________________
(૬૬) ભાવના—સ વર
-જીવનની સર્વ શ્રેષ્ઠ ક્ષણ
येन येन य इहाश्रय रोवः संभवेन्नियत मौपयिकेन आद्रियस्व विनयोयत चेता स्तत्तदांतर दृशा परिभाव्य હું વિનય [ચેતન] આ જગતમાં જે જે ઉપાયે, કરી નિશ્ચચે આશ્રવ રાધ [સંવર] થાય છે તે તે ઉપાયા આંતરદૃષ્ટિએ વિચારી તે પ્રતિ ચિત્ત લગાડવામાં આદર કર.
આ સંસારમાં જે જે રીતે આવતાં પાપ કર્મો અટકાવી શકાય, પાપના રસ્તા રોકી શકાય, આશ્રવા નિરાધ કરી શકાય તે તે સર્વ સ‘ભવિત ઉપાયાને આચરવા ઉદ્યમશીલ થા એટલે કે સવરને આદર. સરૂંવર કરવાથી ક્રમ રજ આવવાના દ્વારા અધ થાય છે અને તે તે સ*વર સમિતિ-ગુપ્તિ-પરિષહ—તિધર્મ-ભાવના અને ચારિત્ર રૂપ છે તે પ્રકારે વિચારણા કરવી. તેમજ હું આત્મન્ તું પણુ સંવરને આદરવાવાળા કયારે થઇશ. એમ ચિંતવવું તે સંવર ભાવના.
યુનાની જેમ પૂર્વે લીંગ એક્ નેશન્સ 'સ્થા હતી. જે આંતરરાષ્ટ્રિય પ્રશ્નો હાથ ધરતી અને તેના ઉકેલ લાવવા પ્રયાસ કરતી હતી. એક વખતે તેના પ્રમુખ નામદાર આગાખાન હતા. એક પત્રકાર તેની મુલાકાતે આવ્યા. થોડા પ્રશ્નો આગાખાનને પૂછ્યા બાદ કહે કે હવે મારે એક મહત્વના પ્રશ્ન પૂછવાના છે. આગાખાને કહ્યું પૂછે ?
પત્રકાર કહે આપના જીવનની સર્વશ્રેષ્ઠ ક્ષણ આપને કઈ લાગે છે ? વિચક્ષણ એવા આગાખાને પ્રતિ પ્રશ્ન કર્યો તમે કઈ માના છે?
પત્રકાર કહે તમને ઘેાડા દોડમાં ઘણા જ રસ છે. તેથી મને લાગે છે કે જ્યારે આપના રેસના ઘેાડા જીતતા હશે ત્યારે તે ક્ષણે તમારે માટે સર્વ શ્રેષ્ઠ ક્ષણા બનતી હશે.
નામદાર આગાખાન કહે નહીં નહીં તમારું અનુમાન ખરાખર નથી. કારણ કે એમ તો હું રાજકારણમાં પણ ઘણા રસ ધરાવું છું