SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ તેનો અર્થ એ તે નથી થતો કે દિન-રાત રાજકારણની ચર્ચામાં જ હું રત રહું છું. આ સાંભળી પત્રકાર મુંઝાય એટલે કહે તે આપ જ બતાને કે કઈ ક્ષણ આપને માટે સર્વ શ્રેષ્ઠ ક્ષણ બને છે? નામદાર આગાખાન કહે જુઓ ભાઈ ! દર શુક્રવારે બપોરે નમાજ પઢવામાં મારી જે ક્ષણ પસાર થાય છે તે ક્ષણોને જ હું મારા જીવનની સર્વશ્રેષ્ઠ ક્ષણું માનું છું. આવી સુંદર અને શ્રેષ્ઠ ક્ષણે સરવાળો એ જ મારું જીવન છે. કેમકે મારા જીવનની એટલી જ પળો એ મને લાગે છે કે હું પાપાચરણથી દૂર અને મારી જાતની નજીક બેઠે છું. બસ આટલું તમને પણ સમજાઈ જાય તો તે થયું આશ્રવમાંથી સંવરમાં પદાર્પણ આશ્રવ એટલે પાપનું આગમન – સંવર એટલે તેથી વિપરીત પ્રવૃત્તિ – કારણ જ્ઞાની પુરુષોએ વાછવ નિ: સંવત સૂત્ર આપેલું છે. પાપના માર્ગોને રોકી લેવા–બંધ કરી દેવા તે સંવર. ત્યાં (પાપ) કર્મોને આવતા અટકાવવા અથવા નવા કર્મો ન બાંધવા તે જ મુખ્ય પ્રવૃત્તિ છે. તમે ઘરમાં કચરો સાફ કરવા બેસે, ત્યારે પહેલાં બારી-બારણાં બંધ કરી છે કે નહીં? કરે છે ને? કેમ ભાઈ! શું બારી બારણાને બંધ કરવાથી કચરો નીકળી જાય છે? ના સાહેબ! બારી બારણા બંધ કરવા માત્રથી કચરો નીકળી ન જાય પણ જે બારી બારણું બંધ ન કરીએ તે કચરો કાઢવાની મહેનત માથે પડે છે. કારણ કે એક બાજુથી કચરો નીકળી જશે. બીજી બાજુથી હવા સાથે કચરો ઉડી ઉડીને અંદર આવશે તે ફાયદો છે ? આ કચરો કાઢતા પહેલાં બારી-બારણું બંધ કરવાની ક્રિયા તે સંવર. જેમ એક હોડી પાણીમાં ફરી રહી હોય. તે હડીમાં અચાનક કાણું પડી જાય તે કાણામાંથી ધીમે ધીમે પાણી અંદર આવવા લાગશે. એ સમયે હેડીમાંથી પાણી કાઢવામાં ડહાપણ કે છિદ્ર પુરી દેવામાં? પ્રથમ તે છિદ્ર જ બંધ કરવું પડશે કેમકે છિદ્ર બંધ ન થાય તે પાણી આવ્યા જ કરશે. પછી હોડીમાંથી તમે પાણી ક્યાં સુધી
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy