________________
રેકે ઝટ આ કર્મ કચરાને
૨૯૩
એક પલકારામાં અસંખ્ય સમય જાય અર્થાત્ અસંખ્યને સાત વડે ગુણો એટલા કર્મો બંધાઈ જાય તો વિચારો કે એક સેકંડમાં, એક મિનિટમાં કે એક કલાકમાં કેટલાં કર્મો બંધાઈ જાય અને એ રીતે એક દિવસએક વર્ષ કે એક ભવમાં કેટલાં કર્મો બંધાય?
આવા કર્મ આશ્રવના ભારથી દબાયેલા આત્માની સ્થિતિ શું થાય ?
આવા શુભાશુભ કર્મોનું આવવું તેજ આશ્રવ અને આશ્રવ એ સંસારનું મૂળ છે તેવી વિચારણું એ જ આશ્રવ ભાવના
આ તકે આશ્રવ અને બંધને સામાન્ય તફાવત નેંધવા જેવો છે. એક ગ્લાસમાં દુધ હોય તેમાં ખાંડ નાંખવામાં આવે ત્યારે દુધમાં ખાંડ હોય ખરી પણ તે એકરસ ન થઈ હોય તે દુધમાં ખાંડને હલાવીને ઓગાળી નાંખે તે એકરસ થઈ જાય ત્યારે દુધ અને ખાંડ ભળી જાય છે.
બસ આજ ઉદાહરણને અવધારી લે. આમામાં કર્મનું આવવું તે વાછત્ર અને એકરસ થઈ જવું તે વધે એટલે કે પ્રથમ આશ્રવ થાય મતલબ કર્મો આવે અને પછી બંધ થાય એટલે કર્મો એકરસ થઈને ચૂંટી જાય. દયાન દીપિકામાં આશ્રવની વ્યાખ્યા કરે,
मनोवचकाय कर्म योग इत्युच्यते जिनैः
स एवाश्रय इत्युक्तः सोऽप्य शुभा शुभ स्तथा મન વચન અને કાયાની ક્રિયાને જિનેશ્વરો એ વેગ કહ્યો છે. તે જ આશ્રવ કહેવાય છે. તે પણ શુભ અને અશુભ બે પ્રકાર છે. તત્વાર્થ સૂત્રકારે પણ આ જ વાત કહી છે.
काय वाङ् मनः कर्मयोगः स आश्रयः પણ વિશેષ સ્પષ્ટતાથી સમજવા માટે તે નવતત્વકારે આપેલ આશ્રવ તત્વના ભેદોની ગાથા જ જાણવી જરૂરી છે.
इन्दिअ कपाय अव्यय जोगा, पंच चउ पंच तिन्न कम्मा किरीयाओ पणवीस इमाउताओ अणुक्कमसो