________________
૨૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ આ પાંચ ઇન્દ્રિય, ચાર કષાય, પાંચ અવિરતિ, ત્રણ યોગ અને પચીસ કિયા એ કર્મબંધના હેતુઓને આશ્રવ કહે છે.
ઇદ્રિ પાંચ છે તેને આધારે આશ્રવને સમજાવવા પ્રથમ સ્પશે. દ્રિયનું ઉદાહરણ આપે.
વિષયને વશ જીવના ચર્મચક્ષુ અને ભાવચક્ષુ બને બંધ થઈ જાય છે. તે નથી જોઈ શકતા કે નથી વિચારી શકતા. જેમ કામ વિવશ હાથી હાથણને જોઈને કામ વિહળ થઈ જાય છે. તેને લીધે જ પરવશતાને પામે છે.
જંગલમાં બે ત્રણ હાથી સમાય તે ખાડો કરવામાં આવે છે. મોટી ખપાટે રસ ચોરસ ભરી લઈ ખાડે ઢાંકી દેવાય છે. જીવતી હાથણી જેવી કૃત્રિમ હાથણું સામે રાખવામાં આવે છે. કામ વિવશ હાથી, હાથણીને માટે આંધળો ભીત થઈને ભટકતા હોય છે. હાથણીને જોતાં જ તેને સ્પર્શ માટે દોડે છે. એકલી હાથણ નીહાળી તેને વધારે જેર આવે છે. જે તે હાથણને માટે પ્રયત્ન કરે છે કે તરત પિતાના ભારથી દબાઈ વાંસની જાળી તુટતા ખાડામાં પડે છે અને હાથી જેવું રાક્ષસી પ્રાણ પણ સ્પર્શેન્દ્રિયના વિષયને લઈને વિડંબના પામે છે.
करिझष मधुपा रे शलभ मृगादयो-विषय विनोद रसेन. हंत लभो रे विविध वेदना, बत परिणति विरसेन
વિષયાનંદના રસે કરી હાથી–માછલા-ભ્રમર પતંગીયા-હરણ વગેરે વિવિધ વેદના ભોગવે છે. વિષયજન્ય વેદનાનું આ પ્રત્યક્ષ પરિણામ છે. | સ્પર્શના વિષયમાં હાથી પરવશ બને છે. તેમ રસ–જીભના વિષયમાં આસકત માછલું ખાવાની લાલચે દોડે છે. કાટામાં રહેલા માંસ ખાવા જતાં જાન ગુમાવે છે. ગંધના વિષયમાં ફસાયેલે ભમરો કમળની સુગંધમાં આસક્ત થઈ ગુંજારવ કરે છે. પણ સાંજે કમળ બીડાઈ જતાં પ્રાણ ગુમાવે છે. દીવાની જ્યોતના વિષયે આસક્ત પતંગી ચક્ષુના વિષયમાં ફસાઈ દીવામાં ઝંપલાવે છે અને પ્રાણ ગુમાવે છે. કાનના વિષયમાં આસક્ત બનેલું હરણું મધુર ગીતમાં લુબ્ધ થઈ શિકારીના બાણને ભોગ બની જીવનની આહુતિ આપે છે.
ક મિથ્યાત્વ–પ, અવિરતિ-૧૨, કષાય–૨પ, યોગ–૧૫=૫૭ ભેદે પણ આશ્રવ કહ્યો છે.