________________
(૩૮) અભયદાન
–જીવાડીને જીવો
अमय सर्वसत्वेम्यो यो ददाति दयापरः
तस्य देहाद्विमुक्तस्य भयौं नास्ति कुतश्चन જે દયાળુ મનુષ્ય સર્વ પ્રાણીઓને અભયદાન આપે છે. તે મનુષ્ય દેહથી મુક્ત થાય છે. અર્થાત્ મૃત્યુ પામે ત્યારે તેને કેઈથી ભય રહેતો
નથી.
રીસામણી નામક વનસ્પતિના પાનને કઈ સ્પર્શ થાય ત્યારે તે એટલી બધી ભય પામે છે કે તેની પાંદડીઓ ઝડપથી બીડાઈ જાય છે. રીસામણી તો એકેન્દ્રિય જીવ છે. માત્ર વનસ્પતી ગણાય. પણ આ લાકમાં ક્ષુદ્ર જતુઓ પણ ભયના માર્યા બચવાના ફાંફા મારે છે અને પશુપક્ષીઓ પણ દોડાદોડ કરે છે.
આવા કોઈપણ પ્રકારના ભયથી કે દુઃખથી આક્રાન્ત પ્રાણીઓને ભયથી મુક્ત કરવા તે જ અભયદાન છે.
તે દીની વાત છે. જે દી મીરખાં બલોચની બીકે ઉત્તર ગુજરાતને સાલમ પટ્ટા નામક પરગણમાં ગામડાં ફફડતાં'તા. મીરખા બલેચનું બહારવટું કાસા બેલાવે. રૈયત તે રાડ દઈ ગઈતી. મીરખાં બેલેચ ધોળે દા'ડે ગાયકવાડી ગામડાં ધમરોળીને હાથ તાળી દઈ અલેપ થઈ જાય. વડોદરાથી વાર ઉપર વાર છૂટતીતી. જીવતે આ મુઓ પણ મીરખાંને હાજર કરે. સરકારને સળગતાં સાલમ પટ્ટાનાં સપના આવતા'તા.
વાત એવી બની હતી કે સાલમપટ્ટાના પરગણાનાં મીરખાં બલોચને રાજા સાથે. કેક વાતે વાકું પડયું. મીરખાં બલોચે રાજાને લાખ લાખ વિનંતી કરી પણ ગાયકવાડી અમલદારે સત્તાના મદમાં ને મદમાં કોઈ વાત કાને ધરી જ નહીં. ત્યારે મીરખાને થયું કે રાજાના બહેરા કાનમાં પડેલી ધાક હવે આમ ઉઘડે તેમ લાગતું નથી. તેણે