________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
-
-
માતા પિતાને સમજાવી, સુબાહકુમારે વીર પરમાત્મા પાસે દીક્ષા ગ્રહણ કરી. છઠ્ઠ અઠ્ઠમ વગેરે તપશ્ચર્યાઓ શરૂ કરી. અગીયાર અંગમાં પારંગત બન્યા, સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. પછી અનન્તર ફળ રૂપે તેઓ ચાદમાં ભવે મોક્ષમાં જશે– આ બધે પ્રભાવ કેને? -સુપાત્રદાનને.
ત્યાગ શબ્દને દાનનો પર્યાય જ સમજ દાનવૃત્તિ. એટલે જ ત્યાગવૃત્તિ. જુઓ અષ્ટ પ્રકારી પૂજામાં ફળપૂજાના દુહામાં શું લખ્યું ?
– ફળ મુકી પ્રભુ આગળ માગું શીવફળ ત્યાગ – શીવફળ ત્યાગ એટલે શું?
શું તમારે મેક્ષફળ નથી જોઇતું ? “જોઈએ છે ને,” તે પછી શીવફળ–ત્યાગ શબ્દ કેમ મુકે? અહીં ત્યાગ શબ્દ દાનનો પર્યાય છે. એટલે દુહાને અર્થ એમ કરવો કે હે પ્રભુ મને મેક્ષરૂપી ફળનું દાન આપે.
રે ભાઈ તું આપતા શીખ – પરિશીલનને અર્થ બરાબર વિચારી શખજે, સુપાત્રદાનમાં માત્ર અન્ન-પાણી જ અર્થ નથી. તેમાં
ઔષધાદિ પણ ગ્રહણ કરવાના જ છે અને વસ્ત્ર, પાત્ર, પુસ્તક, કંબલ, રજોહરણ, દંડ તથા શય્યા વગેરે સર્વે વસ્તુથી મુનિને પ્રતિલાલે.
સુપાત્રદાનના અધિકારી માત્ર સાધુ સાધવી જ છે તે વાત પણ ભુલ ભરેલી છે. વિરતિ ઘર શ્રાવક કે સમ્યક્ દષ્ટિને પણ સુપાત્ર જ ગણ્યા છે. જેમને ત્યાં દીન દુઃખી, ભુખ્યો, પીડિત, સુલે-લંગડે બધાં જ દાન પામતા હશે ત્યાં સુપાત્રને વેગ સહેલાઈથી મળશે. માટે
– રે ભાઈ તું આપતા શીખ –