________________
૨૯૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
મેક્ષ માર્ગના સાધનભૂત આ દેહને ટકાવવા માટે જિનેશ્વર પરમામાએ કેવી અસાવદ્ય ભિક્ષાવૃત્તિ ઉપદેશેલી છે.
દેહત્યાગ તે કરવાનું જ નથી. છતાં તેને દ્વારા સંયમ સાધના કરવા પુરતે તે તેનો ઉપગ છે જ,
केवल मलय पुद्गल निचये अशुचि कृतशुचि भोजन सिचये वपुषि विचिंतय परमिहसार
शिव साधन सामर्थ्य मुदार' જો કે આ શરીર કેવળ સડી જવાના, પડી જવાના કે નાશ પામવાના સ્વભાવવાળો પુદગલને સમુહ જ છે, તેમાં પડેલ પવિત્ર ભોજન પણ અશુચિ – વિષ્ટારૂપે પરિણમે છે છતાં તેને પરમ સારભુત વતુ રૂપે ચિંતવી, શિવસુખ–મેક્ષસુખ આપવા સામર્થ્યવાળો એવો આ ઉદાર દેહ છે તેમ વિચાર.
કેમકે મેક્ષ પણ આ દેહથી જ પામવાને છે. સુંદરીએ ૬૦ ૦૦૦ વર્ષ સુધી આયંબિલ કરી કાર્ય સાધ્યું. ઋષભદેવે ૪૦૦ દિવસ ઉપવાસ કરી સામું. બંધક રાષિના પ૦૦ શિષ્ય આ કાયા થકી મેક્ષ મેળવ્યો. તું પણ નવ દરવાજા વહે નિરંતર રૂપી અશુચિકાયાનો રાગ ઘટાડી મોક્ષ સાધન માની કાર્ય સાધ.