________________
નવ દરવાજા વહે નીર તર
૨૮૯
મલ્લિનાથ ભગવંત જ્યારે મલ્લિકુંવરી હતા ત્યારે જુદા જુદા છ દેશના રાજકુમારો તેને પરણવા તૈયાર થયા. યુદ્ધની સમાયણ મંડાઈ ત્યારે એ એ રાજકુમારને પ્રતિબંધ કરવા માટે મહિલકુંવરીએ પિતાના જેવી જ સ્વરૂપવાન પૂતળી તૈયાર કરાવી. - રોજ પુતળીનું મેટું બોલી તેમાં મિષ્ટ ભેજન નાખે. એક દિવસ બધાંને આમંત્રણ અપાયું પુતળીને સાચી મહિલકુંવરી સમજી આલીંગનાદિ માટે દેડેલા રાજકુમારને જોઈને પુતળીનું મુખ ખેલી નાખવામાં આવ્યું. સહસા દુર્ગધના ધોધ છુટયા, રાજકુમારે ભાગ્યા.
મહિલકુંવરી પ્રગટ થઈને કહે કેમ ભાગે છે તમે બધાં? તમને જેનું આકર્ષણ છે તે કાયા આજ છે. જે હું રોજ ખાતી હતી તે જ મિષ્ટ ભજન તેને ખવડાવેલ છે. બાકી સડવું, બગડવું, ગંધાવું તે તે યુગલને સ્વભાવ છે.
મલ્લિકુંવરીએ દીક્ષા લીધી. તે જ દિવસે કેવળજ્ઞાન પામ્યા છે એ રાજકુમારેએ પણ દીક્ષા લીધી.
भावयरे वपुरिदमति मलिन विनय पिषोधय मानसलिन' पावनमनु चितय विभुमेकं
परम महोदय मुदित विवेक શાંત સુધારસમાં જણાવે છે કે હે વિનય [હે આત્મન] તું આ શરીરને મલિન જાણુ. તારા મનરૂપી કમલને સમજાવ કે પવિત્ર તે માત્ર એક પરમાત્મા જ છે. જેને મહાન જ્ઞાનાદિ અશ્વર્ય પ્રાપ્ત થયું છે, જેનામાં વિવેકને ઉદય થયે છે.
આ શીર પવિત્ર નથી માટે તેને વિચાર ત્યજી દે અને ખરેખર પવિત્ર પરમાત્માનું તું ચિંતવન કર.
આહારદિ શરીરમાં જતાં અશુચિતાને ધારણ કરે છે છતાં આહારપાણી વિના પણ ચાલતું નથી. તેથી સાધુ ભગવતેની ગેચરીની ભાવના કેટલી સુંદર વ્યક્ત કરાઈ છે.
अहो जिणेही असावज्जा वित्ति साहूण देसिआ मुक्ख साहण हे उस्स साहु देहस्स धारणा