________________
૨૮૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
મારે દુધ કાઢવા કે છાસ ભરવા કામ લાગશે. એમ માની લઈ લીધું બધાં ભરવાડની મુર્ખાઈ પર હસવા લાગ્યા.
એક સારા માણસે ભરવાડને સમજાવ્યું, ભાઈ! આ વપરાયા વગરનું છે. ચાખું છે માટે દેખાવમાં ભલે સારું લાગે પણ તે સંડાસ બાથરૂમ માટેનું છે. દારૂના ઘડાની જેમ તે ગમે તેટલું ચોખું હોય છતાં તેને પવિત્ર ન કહેવાય.
તેમ આપણું શરીર ભલે ચકચકીત હાય સાફ સુથરું હાય. પણ તે અપવિત્ર છે, અશુચિમય છે. તેને પવિત્ર માનવું તે મુર્ખતા છે.
એક વખત રસ્તા પર કેઈ બહેને વિષ્ટાને કાગળ ફેંકે. કેઈને માથે પડતાં ઝઘડે થે. સંન્યાસી ત્યાંથી નીકળતા જુએ કે અરે આ ઝષડો શાને ચાલે છે?
વિષ્ટા લઈને કાને મુકી, જાણે વાત સાંભળતા હોય તેમ ઉભા રહ્યા. લોકોને થયું અરે ! આ બાવા વળી શું કરવા માંગે છે ?
- સંન્યાસી કહે જુઓ આ વિષ્ટા મારા કાનમાં એક વાત કહી રહી છે.
પહેલા હું સુંદર દુધ તરીકે વેચાણ કંઈની દુકાને, ત્યાર પછી કંદોઈએ મારો મારે બનાવ્યો. સુંદર માવાને સ્વાદ યુકત કરવા માટે અને મીઠાશ લાવવા માટે તેમાં ખાંડ, એલચી, કેસર, બદામ પિસ્તા ભેળવ્યા, ઉપર ચાંદીને વરખ લગા.
રસ્તેથી પસાર થનાર ગ્રાહકે મારું આવું આકર્ષક રૂપ જોઈ ખરીદી કરી. લઈ ગયે પિતાના ઘેર. ત્યાં બાબાને જન્મ દિવસ હતો, બાબાને માટે ખાસ આખું પેકેટ ખેલીને રાખી દીધું, બાબા પણ રમતાં રમતાં ચાર-પાંચ ઈંડા ખાઈ ગયો. તેનું પરીણામ એ આવ્યું કે તે વારંવાર જાજરુ જવા લાગ્યો. પેડાંમાંથી વિકૃત થયેલું મારું આ અશુચિમય વિષ્ટા રૂપ થયું.
તમે ઝઘડે માંડીને બેઠા છે પણ જરા એટલે વિચાર તે કરો. વાંક તમારા શરીર ને છે. મારા સુંદર રૂપને બગાડનાર તે તમારું આ શરીર છે. તમે છો જ એવા કે ગમે તેટલી સારી વસ્તુ કે સારો માલ નાખે તો યે તમે બગાડીને જ બહાર કાઢો છો.
નવ દરવાજા વહે નિરંતર ઉકિતને ખોટી પાડો તે તમારું આ શરીર કામનું શું ? તેને તે અશુચિકરણ પ્રક્રિયામાં જ રસ છે.