________________
નવ દરવાજા વહે નીરંતર
૨૮૫
ત્યાં નિરંતર મળી રહે છે. એવા અશુચિ સ્થાનક દેહ છતાં સ્નાન વડે પવિત્ર માનનારા. પવિત્ર ગણીને પ્રીતિ-મૂછ રાખનારા જુઓ ખરેખર મૂઢ છે.
નવ દરવાજ વહે નિરંતર ની ઉપમા પામેલ કાયા કદી અશુચિમાંથી શુચિમય બને ખરી ?
આ રીતે સનતકુમારને પણ પિતાની કાયા પળમાં પલટાયેલી જોઈ વૈરાગ્ય જાગે. સંસાર તજવા યે ગ્ય લાગે. સ્ત્રી–મિત્ર-પુત્ર–પરિવાર બધું જ છોડીને વૈરાગ્ય માગે પદાર્પણ કર્યું.
છ ખંડની પ્રભુતા છોડી દીધી. મનમાં અશુચિ ભાવના ઉલ્લી રહી તપના પ્રભાવે લબ્ધિ ઉત્પન્ન થઈ હતી રાજર્ષિને ત્યારે વૈદ્યરૂપ લઈ ફરી પેલા દેવતાઓ તેને સત્વની પરીક્ષા કરવા આવ્યા. સનતુ મુનિને કહે છે. તમારી કાયા રોગને ભોગ બની છે, જે ઈછા હોય તો હું તમારો રોગ ટાળી દઉં. ત્યારે અશુચિ ભાવના ના મર્મને સાર્થક કરેલા સનત મુનિએ પણ ઉત્તર વાળ્યો કે હે વૈદ્યો જે કર્મરૂપી રોગ ટાળવાની તમારી શક્તિ હોય તે–સામર્થ્ય હોય તે મારે રંગ ટાળો. નહીં તે આ દેહરોગ ભલે રહ્યો. કારણ કે–
दम्पतिरेतो रुधिर विवझे किं शुभमिह मल कदमलगझे
भृश् मपि विहित : स्रवति विरुपं को बहुमनुतेऽवरकर कूपं
આ શરીર સ્ત્રી પુરુષના લેહ અને શુક્રના વિવર્તરૂપ છે. એટલે કે લેહી અને વીર્યને વિકાર માત્ર છે અથવા તો મેલરૂપ કાદવની ખાઈ છે. એમાં શભનિય છે શું ? આ શરીરને હાડ ચામથી ગમે તેટલું ઢાંકયું તે પણ અત્યંત દુર્ગછનિય અને સુગ આવે તેવા પદાર્થો નિરતર કરી રહ્યા છે. આવા કચરાના કુવાનું કેણ બહુમાન કરે?
સનતકુમારે પણ દેને કહ્યું કે જે તમે મારો કમ રોગ મટાડી શકવા સમર્થ છે તે જરૂર મારો ઈલાજ કરી શકે છે.
વૈદ્યરૂપ ધારી દેવ બોલ્યા કે તે રોગ ટાળવાની તે અમારી સમથતા નથી ત્યારે સનતકુમારે કહ્યું છે વૈદ્ય આ કાયાને રોગ તે મારી લબ્ધિ વડે પણ મટાડી શકુ છું. તેણે થુંકવાળી આંગળી કરી રોગ પર લગાડી તે તેની કાયા કંચનવણી દેખાણી. ત્યારે દેવો પોતાનું સ્વરૂપ પ્રગટ કરી મુનિરાજની સ્તવના કરી વંદના કરીને ગયા,