________________
૨૮૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ રૂપ સરોવરનું રૂપ ધારણ કરી બેઠું ને ભરત ચક્રવતી બની ગયા કેવળી ભક્ત.
કદી તમને ડ્રેસીંગ રૂમમાં બેઠા બેઠા આવા વિચાર આવ્યા છે? કે પછી શરીરની શોભા વધુને વધુ કેમ દેખાડી શકાય તે જ પ્રયાસે કર્યા છે ?
ભરત મહારાજાને આંગળીની શોભા ન દેખાઈ અને અન્યત્વ ભાવે ચડી કે મરુ દેવા માતા પુત્ર સંબંધમાં મમત્વ છુટતા અન્ય ભાવે ચડયા તે તો નિમિત્તે છે. પણ તે ભાવને આમાસાત્ કરવા માટે હે ચેતન તું પણ અન્યમાં રહેલા તાર છેષને ત્યાગ કર.
વેણના કણની માફક કેઈ કેઈનું સગું કે સંબંધિ નથી. આમા સ્વભાવથી જ શરીરાદિથી વિલક્ષણ ચેતના મય છે અને દેહ પુદગલ વિનાશક અચેતન તથા જડ છે. તેના તમામ પરમાણુ વીખરાઈ જવાના છે. માટે તુ અન્યત્વને સિદ્ધ કર. પંથ શિરે ૫થી મળ્યા રે કીજે કીણહી શું પ્રેમ
આ પંકિતને માત્ર સ્વજન–પરિવાર માટે જ નહીં પણ શરીર માટે પણ ઘટાવજે. આ દેહ પણ આત્માને થોડા સમય માટે મળેલ છે છેલ્લે તે તેના પુદ્ગલ પણ વીખેરાઈ જશે.
સગાં સંબંધિનો સ્નેહ રાગ ન છૂટે તો તું ગૌતમ સ્વામીજીનું સ્મરણ કરજે વીતરાગ મહાવીર મહારાજા માટે સ્નેહ રાગ હતો ત્યાં સુધી તેને કેવળજ્ઞાન થયું નહીં.
જે વીતરાગ પ્રત્યેનો સ્નેહ પણ કેવળજ્ઞાનમાં આડે આવ્યો તે પછી જગતના સંબંધી-સગાં-પદાર્થો વગેરેમાં અન્યત્ર બુદ્ધિ ધારણ કર્યા વિના કઈ રીતે કલ્યાણ થવાનું? માટે છે આમનું આ રીતે અન્ય ભાવના ભાવી મમત્વને પરિહાર કર.