________________
પ. શિરે પંથ મા રે
૨૭૯ ૦ –એટલે જાણવા યોગ્ય હોય તે બાબત જાણવી–જ્ઞાન પ્રાપ્ત કરવું.
૦ ઉપાદેય એટલે આચરવા જે વસ્તુની આચરણ કરવી.
ચકવતી ભરત મહારાજા છ ખંડના ધણ છે ચૌદ રત્ન અને નવ નિધાને જેની સેવામાં નિરંતર હાજર રહે છે. વૈભવ અને વિલાસની છોળો ઉડે છે. એક લાખ બાણ હજાર તો જેને શ્રી અંતઃપુરમાં રહેલી છે.
આ ચક્રવતી રાજા એક વખત પોતાના અરિસા ભુવનમાં બેઠે છે. વસ્ત્ર અને અલંકારથી સજજ થઈને બેઠા છે. ત્યાં રાજ રાજેશ્વરનું ધ્યાન પોતાની એક આંગળી પર ગયું, કે જે આંગળી ઉપર વીંટી નહતી.
અહો વીટી વગરની મારી આંગળીની શોભા કેમ ખલાસ થઈ જણાય છે? નવ નવ આંગળી તો મનહર લાગે છે અને એક જ આંગળી આવી અળવી અળવી કાં લાગે?
બીજી આંગળીઓથી વીંટી ઉતારી, ત્રીજી આંગળીઓથી વીંટી ઉતારી, ચોથી આંગળીમાંથી વીટી ઉતારી, એ રીતે ચકવતી રાજાએ દશેદશ આંગળીની વીંટી કાઢીને રાખી દીધી. બધી જ આંગળીઓ અળવી લાગવા માંડી જાણે કેમ વીટી જ શોભા હોય! બધાં અલંકારો પણ ઉતાર્યા તે શરીરની શોભા પણ અદશ્ય થઈ
ચકવર્તીને થયું અરેરે ! આ શુભ મારી કે પારકી? જે શરીરને આજ દિન સુધી મેં મારું મારું કર્યા કર્યું તેની કઈ શેભા જ નથી. શું હું કેવળ પરપુદ્દગલની શેભા વડે જ શોભુ છું? - તો પછી આત્મા વિખુટા પડશે ત્યારે તે આ દેહ અહીં જ રહી જવા છતાં શોભા વિનાના આ દેહમાં આટલું મમત્વ શા માટે? જે શરીર પણ આત્માથી અન્ય હાય-અલગ હોય તો આ એક લાખ બાણ હજાર સ્ત્રી કે સવા કરોડ પુત્ર-પરીવાર આ ચૌદ રતન, નવ– નિધાનનો વૈભવ, આટલું સૈન્ય હાથી–ઘડા–ર–વગેરે લક્ષમી પણ મારે શું થવાના ?
-પંથ શિરે પંથી મળ્યા રે ઉકિત મુજબ આ બધા પણ અન્ય જ છે તિમિર અજ્ઞાન ટળી ગયું. વૈરાગ્ય ભાવનાનું વહેણ આગળ વધતાં વધતાં શુકલ ધ્યાન