________________
૨૭૭
પથ શિરે પ થી મળ્યા રે
પિતાની પટ્ટરાણી છતાં રાજા તેને સ્વાર્થ પુરે કરવામાં નકામે લાગે તે નેહને છેહ દઈ રાણુએ દેહ મુક્ત કરાવી દીધો. માટે હે જીવ તું તેને માટે મમતા કરીશ?
त्यज ममतां परिताप निदानं परपरिचय परिणाम
भज निःसंगतया विशदीकृत मनुभव सुख रसमभिरामं મમતા-એટલે પર વસ્તુ વિશેનું મારા પણું એજ દુ:ખનું કારણ છે. માટે મમત્વને ત્યાગ કર એ મમત્વ પરવસ્તુના પરિચયનું પરિણામ છે. માટે પરવસ્તુનો પરિચય છાંડી સ્વવસ્તુનો પરિચય કર] તું નિઃસંગ થઈ પર વસ્તુના સંગમાં લેવા નહીં, તેથી જ તારો આમાનુભવ પ્રગટ થશે–વિશુદ્ધ થશે, સુખ–દસ જામશે.
જેમ મરુદેવા માતાએ અન્યત્વ ભાવના ભાવતા સ્વસ્વરૂપને પરિ. ચય કર્યો તે અંતઃકૃત કેવલી થઈ આ ચોવીશીમાં ભરતક્ષેત્રમાંથી સૌ પ્રથમ મોક્ષે ગયા.
મરુદેવા માતાએ ઋષભદેવની દીક્ષા બાદ રોઈ રોઈને આંખો ગુમાવી હતી. આંખ આડા પડળ આવી ગયા હતા. રોજેરોજ ભરત મહારાજાને કહેતાં કે તું મારા ઋષભની ખબર લેતા નથી. લોકો કહે છે. એક વર્ષથી તે અન્ન જળ વગરને ભુખે ફરે છે–તરસ્ય ફરે છે ટાઢ તડકો સહન કરે છે. તું એક વખત તો તેને લાવ. એક વખત તો મને મારો ઋષભ જોવા દે બેટા. - આ રીતે વિલાપ કરતા મરુદેવા માતા દીવસો પસાર કરી રહ્યા છે. ત્યારે સામે પક્ષે નિસ્પૃહી એવા પ્રભુને ૧૦૦૦ વર્ષના પરિભ્રમણ અને ઉપસર્ગો બાદ કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું.
આ સુવર્ણ અવસરે ભરત રાજા પિતાના દાદીમાને હાથીની અંબાડી પર બેસાડીને કેવલજ્ઞાન મહોત્સવ દેખાડવા લઈ જઈ રહ્યા હતા. મરુદેવા માતા પૂછે છે. ભારત આવા અપૂર્વ વાજીંત્રને નાદ તે કદી સાંભ
ળ્યો નથી. આવા દૈવી વાજીંત્રોના અવાજ ક્યાંથી ? ભારતે જવાબ આયે, એ તે તમારા પુત્રની ઠકુરાઈ છે.
જનજી એ ઠકુરાઈ તુજ કે બીજે નવી ઘટે રે લોલ
મરુદેવા માતાને આ બધું સાંભળતા સાંભળતાહર્ષના આંસુ ધસી આવ્યા. નેત્ર પડળ ખસી ગયા. જીનેશ્વર પરમાત્માની અપૂર્વ ઋદ્ધિ