________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
જ્ઞાની ગીતાર્થ મુનિએ ચર્ચા વિચારણા કરી તર્કબદ્ધ સમજણ દ્વારા પ્રદેશ રાજાનું નાસ્તિક પણું નિવારી શ્રદ્ધાવાન બનાવ્યા.
સમય જતાં શ્રદ્ધાવાન એ રાજા પ્રદેશી સામાયિક, પૌષધ આદિ વિરતિ ધર્મ તરફ વળે. તેની વિષયવાસના અને કામરાગ ઘટવા લાગ્યું. તે વીતરાગ ધર્મને ઉપાસક બન્ય-આરાધનામય બન્ય.
એમ કરતાં પ્રદેશ રાજાને એક વાત હૈયે વસી. ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાતના; ના મારાં ભૂત સ્નેહિ સ્વજનકે, ના ગે 2 કે જ્ઞાતિના, ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મેહ અજ્ઞાત્વ ના રે રે જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના.
જેની જ્ઞાન દષ્ટિ જાગી ગઈ તેને મન હવે બધું જ તુચ્છ છે. ઈન્દ્રિય જન્ય વૈષયિક સુખે પણ તુચ્છ છે.
રાજા પ્રદેશને ભાગમાં વિરક્ત થયેલ અને ધર્મઆરાધનમય જાણી સૂર્યકાન્તા શણું વિચારે છે કે હવે મારું શું થશે? મારા નિત્ય ભોગ વિલાસનું શું થશે?
પણ રાણેને સ્વાર્થ સર્યો નહીં એટલે તેને પ્રદેશ રાજા પારકા થઈ ગયે. સૂર્યકાન્તા રાણી કામ વાસના પૂર્ણ કરવા માટે અન્ય પુરુષ પર આસક્ત બની. એક તરફ કાળઝાળ થતી કામવાસનાની આગ ભરડે લઈ રહી છે બીજી તરફ રાજા પ્રદેશીને ડર પણ મનમાં લાગી રહ્યો છે. શણને થાય છે. હવે મારે શું કરવું? જ્યાં સુધી રાજા જીવતે છે ત્યાં સુધી તે મારી વાસના તૃપ્તી થવાની નથી એટલે વિષયાંધ રાણીએ પોતાના જ પતિ એવા રાજાને ઝેર આપી દીધું.
પંથે શિરે પંથી મલ્યા રે કીજે કિહી શું પ્રેમ
શજાને ઝેર ચડ્યું જાણું ઉપચારો શરૂ થયા કદાચ રાજા બચી જાય તેવી શક્યતા ઉભી થઈ રખેને જીવી જશે તે વળી મારી વાસના પૂર્ણ કરવામાં અંતરાય થશે. તેમ માની રાણીએ ખોટું રોવા કુટવાનું શરૂ કર્યું. પિતાના હાથે વાળને વિખેરી નાખ્યા. રાજાની માથે પડી દુઃખ વ્યક્ત કરતી હોય તેવી ચેષ્ટા કરવા લાગી રાજાને ગળાં ઉપર નખ દાબી દઈ મારી નાખ્યો.