________________
પથ શિરે પંથી મળ્યા રે
૨૭૫ જે રીતે ટ્રેઈનબસ કે અન્ય કેઈપણ મુસાફરીમાં ભેળા થયેલા સૌ પંખીને મેળે માનીને સમય પસાર કરે છે. ભેગા બેસે-ખાયપીએ પણ પોતપોતાનું સ્ટેશન આવ્યું કે તે ઉતરી જ જવાના છે. કોઈ કોઈના માટે એક કે બે સ્ટેશન વધારે મુસાફરી કરવાના નથી.
ઝાડની ડાળે બેઠેલા પંખી પણ રાત્રિ વ્યતિકાન્ત થતા વિખેરાઈ જવાના તેમ આ પરિવાર પણ વિખેશવાને છે પછી તેમાં તું મમત્વ કરી શા માટે કર્મ બાંધે છે ?
પંથ શિરે પંથી મલ્યા રે કીજે કિણહીશું પ્રેમ રાત્રિ વસે પ્રહ ઉઠી ચલે રે નેહ નિવાહ કેમ સંગી સુંદર બુઝ–મા મુંઝ ગમાર
જય સેમ મુનિ સજઝાયની પંક્તિમાં અન્યત્વની વાત ગુંથતા સુંદર શબ્દમાં આ શીખામણ આપે છે. અન્ય એવા આ પ્રવાસીરૂપ કુટુંબમાં સ્નેહ રાખી આત્માને અન્ય પદાર્થોથી શા માટે બાંધે છે.
માટે હે ચેતન તું બોધ પામ, હે ગમાર તું તેમાં મેહ ન પામ! જિમ પંખી તરુએ આવે રજની વીતે જાયે જિમ તીરથ મલી સવિ સંઘે કરી યાત્રા નિજ ઘેર જાવે આપે આપ સદા સમજાવે મનમાં દુઃખ મત પાવે
તીર્થ સ્થળે એ યાત્રા કરવા સંઘે આવે છે પણ યાત્રા કરીને સૌ પિત પિતાના ઘેર જ ચાલ્યા જવાના, તેમ જન્મરૂપ તીર્થમાં કુટુંબ યાત્રા કરી સૌ પોતપોતાની ગતિ મુજબ ચાલ્યા જશે તેને નિકટના કે સગા માનવાને અર્થશે? ક્યારેક તે અન્ય એવા આ સગા-સંબંધિ જ નેહમાંથી છટકીને છેહ દે છે. પોતાને સ્વાર્થ પૂર્ણ થતાં અળગાં થઈ જાય છે.
પરદેશી [પ્રદેશ રાજા થઈ ગયે તેને સૂર્યકાન્તા નામે પટ્ટરાણી હતી. બંને રાજા-રાણી નાસ્તિક. આત્મા–સ્વર્ગ-નર્ક-મક્ષ–પાપ-પુણ્ય કશાને માનતા નથી. ભોગ વિલાસમાં રક્ત છે. કામાંધ અને વિષયાંધ પણ પુરેપુરા.
રાજાના મંત્રીને થયું કે ગમે તેમ પણ મારે રાજાને પ્રતિબંધ પમાડે જરૂરી ગણાય. તે યુક્તિપૂર્વક પ્રદેશી રાજાને કેશી ગણધર પાસે લઈ ગયે. બંનેની ચર્ચા વિચારણા ગઠવી.