________________
२७४
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ટેણિક માટે હું થશે કે મારે થશે? શ્રેણિકને પુત્ર એટલે શ્રેણિકથી અન્ય થયે કે નહીં? તેને પોતાનો માનો કે અન્ય માનવો?
જે કેણિકને જન્મતાં સાથે જ ઉકરડામાં ફેંકી દીધેલ હતો. કુકડાએ તેની આંગળી કરડી ખાતા તેમાંથી લોહી અને પરુ નીકળવા લાગ્યા હતાં. તે મટયું નહીં ત્યાં સુધી શ્રેણિક મહારાજા કેણિકની આંગળી મોઢામાં રાખીને ફર્યા કર્યું.
આ જ કેણિક માટે થતાં શું વિચારે છે? આ ડોસો જ્યાં સુધી રાજગાદી પકડીને બેઠે રહેશે એટલે તેને કેદમાં પુરી દઉં. શ્રેણિક મહારાજાને કેણિકે કેદમાં પુર્યા. રાજ્ય પોતે પચાવી પાડયું. કેદખાનામાં પણ પુષ્કળ દુઃખ આપ્યું. અરે સગા બાપને રોજના પચાસ–પચાસ ફટકા મારવાનું શરૂ કર્યા.
એક વખત તે કેણિકને પિતાને પુત્ર પ્રત્યે કેવો પ્રેમ હોય તે સત્યનું ભાન થયું. તરતજ દેડડ્યો જેલમાંથી પિતાને છોડાવવા. એ સમયે જેલનું તાળું તેડવા કાંઈ સાધન ન મળ્યું તે કુહાડે લઈને ભાગ્યો. શ્રેણિક મહારાજાને થયું કે આજે તે આ છોકરો મને જરૂર મારી નાખશે. શ્રેણિક મહારાજાએ પિતાની વીંટીમાંથી તાલપુટ વિષ ચુસીને આમ હત્યા કરી લીધી, તેઓ નરકે ગયા.
આ પુત્રને માર માનો કે અન્ય?
पथि-पथि विविध पथैः पथिकैः सहः कुरुते कःप्रतिबध'; निज निज कर्म वशैः स्वजनैः सह, कि कुरुपे ममतावध.
હે ચેતન માર્ગ માર્ગમાં જુદા જુદા સ્થાન કે મુસાફરનું મળવું થાય છે તે શું [કોઈ કેઈને] પ્રતિબંધ કરે છે ખરા? [ ના કઈ કેઈને પ્રતિબંધ કરતું નથી, મતલબ કે ઈ મેઈનું મમત્વ રાખતા નથી. સર્વે પોત પોતાના માર્ગે ચાલ્યા જાય છે.] [ તે જ રીતે જેને તું સ્વજન માને છે તે બધાં] પોત પોતાના કર્મવશ આવીને મળ્યા છે [વટેમાર્ગ જેવા છે] તે તું તેની સાથે કેમ મમવ બાંધે છે?
કમેં પ્રેરાઈને આવેલા છે. કર્મના ધક્કે ચાલ્યા જવાના છે. કુટુમ્બ પણ એક ઘર્મશાળા સમાન છે. તારા માની લીધેલા સ્વજને વટે મારું માત્ર છે. સૌ પોતપતાનું કાર્ય પૂર્ણ થયે કેઈની વાટ જોયા વિના ચાલ્યા જવાના છે.