________________
(૬૩) ભાવના-અન્યત્વ
--પંથ શિરે પ`થી મળ્યા રે
यस्मै त्वं यतसे विमेषि च यतो यत्रानिश मोदसे यद्यच्छावसि यद्यदिच्छसि हृदा यत्प्राप्य प्रेपीयसे स्निग्धा येषु निज स्वभाव ममल' निलेय ललप्यसे
तत्सर्व परकीय मेव भगवन्नात्मन्न किचित्तव
મહાપાધ્યાય વિનય વિજયજી મહારાજા શાન્ત સુધારસમાં અન્યત્વ ભાવના વર્ણવતા જણાવે કે — જેને લઈને તું પ્રયત્ન કરી રહ્યો છે, જેને લઇને તું ડરે છે, જેને લઈને તું સર્વકાલ આનંદ પામી રહ્યો છે, જેને લઈને તુ શાક કરે છે, જેને તું અંતઃકરણથી ઈચ્છે છે. જેની પ્રાપ્તિથી તું આનંદ પામે છે, જેના પર સ્નેહ ધરતા થકા તારા નિર્મીલ સ્વભાવને દળી નાખી તેના નાશ કરી તું [જેનુ] લાલન-પાલન કરી રહ્યો છે તે બધાં હે ભગવદ્ રૂપ આત્મન્ પાથ્યાં જ છે તેમાંનું કંઈ તારું નથી.
આવી પર વસ્તુ એટલે કે અન્ય વસ્તુની પેાતાના ભાગે શા માટે ચિંતા કરવી ? જ્ઞાનાઢિ જે પેાતાની જ ઋદ્ધિ છે. તેના ભાગે હું ચેતન ! પરિણામે દુ:ખ અને વિટંબનાના હેતુરૂપ પારકી ચિંતા કરવી એ તારુ
કવ્યુ જ નથી.
અરે જે ધન–કુટુંબ–સ્રી-પુત્ર-યશ-અધિકાર વગેરે માટે તું પ્રયત્ન કરી રહ્યો છે તે વસ્તુ પણ શું તારી છે ખરી?
તેમ
6
ના! જો તે તારી હાય તા તારી પાસે અેવી જોઈએ પણ નથી તે નાશવંત છે. તું ઇચ્છે કે ન ઇચ્છે પણ તને છેડીને જવાની છે. છતાં તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ સંબંધે તુ' ભયભીત રહે છે, તે સાંપડે ત્યારે આનંદ પણ પામે છે અને વિયાગ થાય ત્યારે શાક પણ કરે છે
હે મૂઢ ! તુ માત્ર એક જ વિચાર કર
પશુ શિરે ૫થી મળ્યા રે-અને અન્યત્વ ભાવના ભાવ