________________
૨૭૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
તમે પણ ઘર કઈ વખત પૂછજો. આ કાળાબજાર, કરચોરી, સવારથી સાંજની ધમાલ–દેડા દેડી કરે છે તેમાં કોઈ ભાગીદાર ખરું?
તું નહીં કરા! કેઈ નહી તેરા કયા કર મેરા મેરા તેરા હે સે તેરી પાસે અવર સબ અનેરા આપ સ્વભાવમાં રે અવધુ સદા મગન મેં રહેના
જીવ વિજયજી મહારાજ જણાવે કે તું કોઈને નથી. કઈ તારું નથી. પછી મારું મારું શું કરે છે? અમે પણ કહીએ છીએ હસતાં હસતાં મારુ મારુ કરશે તો મરશે તારું તારું કરશો તે તરશે. માટે આત્મ સ્વભાવમાં સદા મગન રહેવું અને એકજ ભાવના ભાવ
ચેતન તું એકાકી રે, આત્માની ગતિ પણ એક જ છે.
न योगा न रोगा न चोद्वेग वेगा : स्थिति ! गति ! न मृत्यु न जन्म न पुण्य न पाप न यस्यास्ति बन्धः
स एक परात्मा गति में जिनेन्द्रः જેને યોગ નથી, રેગ નથી, ઉદ્વેગ નથી, વેગ નથી, સ્થિતિ નથી, ગતિ નથી, મૃત્યુ નથી. જન્મ નથી, પુણ્ય નથી, પાપ નથી, બંધ નથી. હે જિનેન્દ્ર તે પરાત્મ એક જ મારી ગતિ છે.
આ રીતે સમજી અનંત જીવોના સંબંધને ત્યાગ કરી. પરપુ૬ગલમાંથી મમત્વ ખેંચી લઈ એકત્વમાં પ્રવેશ કર.
નમિ રાજર્ષિની માફક એકત્વને કલ્યાણકારી માની જો “હું એકલો છું” એ ભાવના ભાવ અને પરમાનંદ સંપદાને પામ.