________________
ચેતન તું એકાકી રે
૨૬૫ ભાવ દશા છે. એ રીતે આત્માનું એવું વિચારી આમિક ગુણેમાં મસ્ત રહેવું તે જ સાચી મૂડી છે. માત્ર એક પંક્તિને નજર સમક્ષ ધી દે.
ચેતન તું એકાકી રે* એક સંન્યાસી હતો તે જંગલમાં રહેતો હતું, ત્યાંથી આપણું આ દશ્ય જગતના માણસે વચ્ચે રહેવા આવ્યો. આશ્રમમાં તે
ગીઓ મળે પણ જગતમાં ભગત મળે તેમ ઠગભગત કે બગભગત પણ મળે.
એક સંસારી એ સહજ ભાવે સંન્યાસીને પ્રશ્ન કર્યો કે આ દુનિયાને કેઈ ઠગ અથવા દુષ્ટ માણસ તમારા પર હુમલો કરે તો?
સંન્યાસી કહે કોઈ ફિકર નહીં. મારો કિલે એ મજબુત છે કે ગમે તે હુમલો કરે અને ગમે તે હુમલાખોર હોય પણ મારા કિલ્લાની એક કાંગરી પણ ખેરવી ન શકે. હું તો મારા મજબુત કિલ્લામાં બેસી જઉં.
આ વાર્તાલાપ કોઈ વિદન સંતોષીને કાને પહોંચ્યો. તેને થયું સંન્યાસીની ભાળ મેળવવા દે. એક બાજુ સંન્યાસ લઈને બેઠા છે, બીજી તરફ કિલાની વાત કરતો ફરે છે. એક દિવસ તેણે સંન્યાસીને કેદ કરાવી દીધાં પેલા વિન સંતોષીના કહેવાથી રાજાએ પૂછયું કે વાતે તે બહુ મેટી મોટી કરતા હતા. કયાં ગયે તમારે મજબુત કિલ્લે.
સંન્યાસી આ પ્રશ્ન સાંભળીને ખડખડાટ હસી પડે. આ આત્મા એ મારે અભેદ કિલ્લો છે. જ્યાં મારી ઈચ્છા વિના કોઈ હમલે કરી શકતું નથી, નથી કેઈ તેને તોડી શકતું કે નથી કેઈ તેને નાશ કરી શકતું. ગમે તેવા હુમલાઓ થાય તે પણ મારી ઈચ્છા વિના કેઈ અંદર પગ પણ મુકી નથી શકતું.
नैन' छिन्दन्ति शस्त्राणि नैन दहति पावक : અગ્નિ આને (આ–આત્માને) બાળી શકતા નથી કે શસ્ત્રો અને [આ આત્માને છેદી શકતા નથી. આત્મા બુલેટ પ્રુફ અને ફાયર મુફ છે.
આમદશામાં એકવ ભાવે લીન થયેલાને મજબુત કિલ્લામાં રાગ-દ્વેષ-કષાય–વિષય આદિ દુશ્મનો પ્રવેશી શકતા નથી. માત્ર કેતરાઈ જવું જોઈએ માનસપટ પર ચેતન તું એકાકી રે.
સંથાલ પરિસિમાં કેવી સરસ વાત વણું છે.