________________
ચેતન તું એકાકી રે
વીરાના. ટપતા નેત્રે તેણે ભાઈને વિદાય આપી. ત્યાં ટેળામાંથી ખડખડ હસવાનો અવાજ આવ્યો.
ધાને ભેડા તો હજી થાક્યો પાક આવ્યું ત્યાં આ વાત સાંભળી. ચાબખા લઈ પહોંચ્યો જાસલની પાંહે. જીવ જેવા વહાલાને સત્કાર કરવા સામે આવેલ જાસલને ફટાક ફટાક કરતા ચાબખા વીઝાણા. કનકવણી કાયામાંથી લોહીની શેડે છૂટી. મેણને વરસાદ વરસ્ય, જાસલ પતિને કેપનું કારણ સમજી જતાં માત્ર એટલું જ બોલી, હે જગદંબા ! મારો આતમાં પવિત્ર હોય તે તું મારું સતીપણું સાચવજે.
જાસલે લોચન બંધ કર્યા, મુખકાંતિ પ્રગટી, કાનમાંથી કંકુને વરસાદ વરસ્યો. લોકે સ્થિર થઈ ગયા, જાસલ કહે ઝટ કઈ અસવાર કુછડીને માર્ગે જાઓ. મારા ભાઈ લાધવાને બોલાવો.
લાઘવાને કાળજે ભારે આઘાત લાગ્યો. બહેન માટે અગર, ચંદન, કાપડે, અબીલ બધું લઈને આવ્યું. કાટવાણ પાદરે સતીની ચેહ ખડકાણી. તંબુરા-મંજીરાને ભક્ત ધુને જામી.
પણ સતીને જોતાં જ ભાઈ લાધા રડી પડ્યો. મારા ગોઝારા પગલે તારી આ દશા ! સતી જાસલ કહે ભાઈઓછું ન લાવ. સંઘાય એકલા આવ્યા છે અને એકલા જવાના છે. તે હું તો આઈ થઈને પૂજાણી. તારે તે આનંદ થ જોઈ વીરા કે તારા પગલે હું આઈ બની ગઈ.
સતીના પગમાંથી અગ્નિ પ્રગટહ્યો. સતી બોલી વીરા લાઘવા તે તારે ચાલ્યો આવ ચીતા પર અને બીનને છેલ્લે કમળો આપી દે. પવિત્ર લાઈવ ચડી ગયે. અગ્નિમાં જવાળા ટાઢી બળ લાગી, આસું ભરી આંખે હાથમાં ઘી લઈ બહેન પર હોમ કેર્યો.
સતીએ છેલા શબ્દો કીધાં વીરા જગતમાં કોઈ કોઈની સાથે નથી ગયું. તું રડ નહી હસીને વિદાય દે, તારી બીનને. જાસલ સતી થઈ દેહને ભસ્મ કરી એકલી ચાલી નીકળી. અહીં જયમ મુનિના શબ્દો યાદ આવે છે.