________________
૨૫૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ તાપીને કાંઠે વળોટી રહી છે, કર્ણ પર અદકેશ વહાલ વરસાવતી રૂપા પંડયના પતિને જાળવી જાળવીને દોરે છે. ખાડા-ટેકરા-ઝાડીઝાંખરામાં ચેતવતી આવે છે,
જે જે હે ! ખાડે છે, મારા નાથ! સંભાળીને પગ મુકજો” આવા હેતના હિલોળે રૂપા ઘણીને વહાલ વિંઝણો ઢળતી સુરતના પંથે પડી રહી છે. ધનીરામ પણ ઘણયાણીના મીઠા મધ ઝરતા બેલમાં ભીંજાત ડગલા દે છે.
રૂપા કહે જાતાં જ જાળવવાનું છે હો ! વળતા તે આંબ્યુના દીવડા ઝગમગી ઉઠશે. પછી તે તમારી આંખ બારબાર ગાઉના પલ્લા ભાળશે, પછી મારે કંઈ નહીં કહેવું પડે. એ રીતે જેમ નાનું બાળકને માથે મા વહાલપ વરસાવી છોકરા સમજાવે તેમ રૂપા ઘનીરામને સમજાવી રહી છે.
ઘનીશમ કહે રૂપા હું ખરેખર નસીબદાર છું. મારા જેયા આંધળાને આઘાર થઈ તું રહે તે કાંઈ જેવી તેવી વાત છે. મારે તે સુખને સાગર છાલકું નાખે છે.
હાઉં રાખો, મારા વખાણ બંધ કરે. સાંજ મેર તો સંતના ચાણુમાં આળોટી લઈએ અને તમારો અંધાપે દર કરીએ.
હે રૂપા! તે તે હું જરૂર દુનિયા દેખીશ નહીં? પહેલા કેને જોશે?
હું તે પહેલા મારી રૂપાને જોઇશ. રૂપા તે મારે મન મારે. રૂદિયો છે.આમ વાતો કરતાં, સંત નિર્વાણ સાહેબ પાસે પહોંચ્યાં સંતના ચરણોમાં આળોટી પડ્યા.
બલ બેટા શું મરથ છે ? ઘનીરામે આંખ ખેલી. સંત સમજી ગયા. દીકરા જગત જેવા જેવું નથી હોં !
આ સાંભળી ધણી-ધણિયાણું કરગરી ઉઠયા મેર કરો મારાજ.
ધનીરામ આ સંસાર ભુંડે છે. જોયા પછી આંખ ફાળવાને વખત આવશે હે છતાં તે ન માન્યા ત્યારે સંતે આશીર્વાદ આપ્યા જા પ્રભાતે સુરજ દેવ તારી આંખના તેજ પુરશે. - સવારે તો ઉઘાડી આંખે દેડી સંતના ચરણોમાં આળોટો, નીકળ્યા ઉગાણ જવા માટે. એક દી ઘનીરામના કાને વાત આવી ઘની રામ ! બંધ આંખે ધણીયાણીને બહુ ભરોસે કર્યો, હવે ઉઘાડી