________________
૨૪૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ–
ત્યારે પરમ આમ, અનંત ચતુષ્ટયના ધારણ કરતા, સિદ્ધ પદને પ્રાપ્ત કરેલા, ધર્મ માર્ગના પ્રવર્તક અરિહંત ભગવાન્ નું જ શરણું સ્વીકારો.
તેના માર્ગે ચાલી આઠ કમને ક્ષય કરી નીજ-આત્મ સ્વરૂપને પ્રકાશીત કરી ચૂકેલા જન્મ-મરણના ફેરામાંથી મુકત બનેલા સિદ્ધ ભગવંતેનું જ શરણ સ્વીકારે.
વીતરાગ પરમામાએ ચીંધેલા માર્ગે ચાલી, સિદ્ધિ પદની સાધના કરી રહેલા ગુરુજનેનું જ શરણ સ્વીકારે.
કેવલજ્ઞાન કેવલદર્શન વડે સર્વ જગતના સર્વ ભાવને ક્ષણે ક્ષણે પૂર્ણ ઉપગ વડે જોતા-જાણતાં તીર્થકરો એ પ્રરૂપેલા ધર્મનું જ શરણ સ્વીકારે. * શ્રી કૃષ્ણ મહારાજાએ પૂછયું, હે ભગવન! આ દ્વારિકાને નાશ કઈ રીતે થશે?
શ્રી નેમિનાથ પ્રભુએ કહ્યું કે દ્વારિકાને નાશ પાયન થકી થશે.
દ્વૈપાયન પણ આ વાત સાંભળી જંગલમાં ચાલ્યા ગયા. દારૂને દેશવટો આપ્યો ઘણાં પ્રયાસ કર્યા પણ નિયતિમાં કેઈજ ફેરફાર કરી શક્યા નહીં.
એક વખત જગલમાં ગયેલા શાંબ અને પ્રદ્યુમ્ન ન કર્યો. અજાણતાં દારૂ પીવાઈ ગયે પણ પાયનને જોઈને થયું કે અરે! આ અમારી દ્વારિકાને નાશ કરશે. મારે આને. દ્વિપાયનને માર્યો એટલે તેણે નિયાણું કર્યું કે આ દ્વારિકા નગરીને હું નાશ કરનારે થઉં.
કૃષ્ણ મહારાજાએ નેમિનાથ ભગવંતનું શરણું માગ્યું પ્રભુએ બે માર્ગ દેખાડ્યા (૧) આયંબિલ માર્ગ (૨) સંયમ માર્ગ,
બાર વર્ષ સુધી દ્વારિકામાં આયંબિલને તપ ચાલ્યો, ત્યાં સુધી દ્વૈપાયન દેવે દ્વારિકા ફરતા આંટા માર્યા પણ આયંબિલના પ્રભાવથી તે દ્વારિકા સળગાવી શક્યો નહીં, પણ બાર વર્ષે લેકેએ ધર્મનું - શરણું છોડયું અને પાયન દેવે દ્વારિકાને સળગાવી દીધી.
આ સમય દરમિયાન જેટલાંએ ચારિત્ર અંગીકાર કર્યું તે બધાં બચી ગયા.