________________
ન
કે નવિ શરણમ
૨૪૭ છટપટે છે. પણ કઈ કરી શકતી નથી. તે રીતે મૃત્યુદૂત રૂપી યમરાજાના પાસમાં પણ કાળ આવ્યું આપણું કંઈ ચાલતું નથી.
કે નવિ શરણમ્ કે નવિ શરણુમ આ બધી વાતને માત્ર એક જ ઉત્તર કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજે ગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશમાં આપેલ છે.
संसारे दुःख दावाग्नि ज्वलजवाला करालिते
वने मृगार्भकस्येव शरणं नास्ति देहिनः દુઃખ રૂ૫ દાવાનળથી જલતી જવાલાઓથી ભયંકર એવા આ સંસારરૂપ વનમાં મૃગના બાળકોની માફક પ્રાણીઓને [ઘમ સિવાય]. કેઈ શરણરૂપ નથી,
હે રાજન ! મેં પણ અશરણતા-અનાથતા જાણે આ અણગારત્વ ધારણ કર્યું છે. જિનેશ્વર પરમાત્માનું શરણ સ્વીકારી હવે હું આત્માને નાથ બન્યો છું.
૦ પ્રશ્ન :- જિનેશ્વર પરમાત્માનું શરણ કેમ? व भव रोगात जन्तुनामगदंकार दर्शनः
ભયંકર રોગથી પીડાએલા પ્રાણીઓને જેમ વૈદ્યના દર્શન માત્રથી [ડાકટરને જુએ ત્યાં મનમાં અઠથી શાંતિ ઉપજે છે. તેમ ભવરૂપી રોગથી પીડાતા પ્રાણીને જિનેશ્વર પરમાત્માનું દર્શન પણ સુખદાયી છે. માટે કરુણાસાગર પરમાત્માનું શરણ જ ગ્રહણ કરવા ચગ્ય છે.
पणमामि ते भवभयमूरण जगशरणा ममशरणं ભવભયને નાશ કરનારા અને સમગ્ર જગતના શરણરૂપ એવા હે પરમાત્મા હું તમને પ્રણામ કરીને તમારું શરણ સ્વીકાર કરું છું.
અનાથી મુનિ સાથેના સંવાદથી ભાવ ઉલસીત થયેલા શ્રેણિક મહારાજા પણ ત્યાં સમકિત પામી ગયા.
આપણે પણ સૌ અનાથ જ છીએ–અશરણ છીએ માટે શરણ એક પરમાત્માનું સ્વીકારવું તે આ અશરણ ભાવના ભાવવાને મર્મ છે.
શું પામર જીવનું શરણું પરમાત્મા બનાવશે ખરું? ના ૦ શું દુઃખી જીવનું શરણું તમને અનંત સુખ આપશે ખરું? ના ૦ શું ભક્તોનું શરણું લેવાથી કદી ભગવાન્ [ સિદ્ધ પદ] મળશે
ખરું? ના