________________
૨૪૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
શું તને કદી રોગ નહીં આવે? શું તને કદી મૃત્યુ નહી આવે? વૃદ્ધાવસ્થા તારાથી દૂર જ રહેવાની છે હંમેશાં ?
રાજન ! જે વસ્તુ અનિત્ય છે તે કદી શરણભૂત બની શકે ખરી? આ વિનાશી ભારે, ક્ષણિક સંબંધે અનિત્ય વૈભવો તે વળી શું શરણ આપવાના કે જેના બળ ઉપર તું તારી જાતને સનાથ માની રહ્યો છે?
ચકવતી પાસે શું નથી? અરે સૌધર્મ ઈદ્રને ઋદ્ધિ ઓછી છે? સ્ત્રીઓની કમી છે કાંઈ? અરે સાજન ઈદ્રની મેજડીમાં જડેલા હિરા પાસે સમગ્ર પૃથ્વીના હીરા ઝાંખા પડી જાય. તેમ છતાં વ્યાધિ અને મૃત્યુથી કઈ બચાવી શકવા સમર્થ છે ખરૂ?
રાગર ચકવર્તના સાઠ હજાર પુત્રોને જવલન પ્રભુ દેવે ધાસના પૂળાની જેમ ક્ષણવારમાં બાળીને ખાખ કરી દીધાં ત્યારે તે ચકવતી શું કરી શક્યા? સાઠ હજારમાંથી એક પણ પુત્ર માટે ચક્રવતી શરણરૂપ બની શકયા ખરા?
રૂપ વિજયજી મહારાજે સુંદર શબ્દમાં આ અશરણતા વ્યક્ત કતાં જણાવેલ છે કે –
અતુલ બલ હરિ ચકી રામા, ભુજેજિત મદમસ્તરે કુર જમ જાલ નિકટ આવે, અલિત જાયે સત્ત
માયા જાલ રે... જે તખત બેસી હુકમ કરતાં, પહેરે નવલાં વેશ રે પાઘ સેહરા ધરત તેડાં, મરી ગયા જમ દેશ
માયા જાલ રે.. ચમજાલ રૂપી મૃત્યુદતને સંદેશે આવે ત્યારે જીવને બચાવવા કે શરણભૂત થતું નથી.
કુર અને પાપી પાલકે બંધક સૂરિના પ૦૦ શિષ્યોને નિર્દય પણે ઘાણીમાં ઘાલીને પીલી નાખ્યા. છેલ્લા બાલ શિષ્ય માટે તે કેટલું બધું કરગર્યા બંધક સૂરિજી, છતાં બચાવી શક્યા કઈ ? થયું કોઈ શરણભૂત તેઓને?
જેમ માછીમાર આગળ માછલીએ હીન બની જાય છે. તફડે છે