________________
કે નવિ શરણમ
૨૪૫ શ્રેણિક મહારાજાની દૃષ્ટિ ઉદ્યાનમાં કાર્યોત્સર્ગ કરી રહેલા એક નવયુવાન મુનિને જોઈ રહી છે. મુનિરાજનું યૌવન, કાયા, સુંદરતા જોઈને શ્રેણિક ના મનમાં મંથન જાગ્યું. અરે આ યુવાન આમ ઘર છોડીને સાધુ કેમ બન્યું હશે.!
હજી સમકિત પામે નથી શ્રેણિક, પણ ભાવિ તીર્થકરને જીવ છે. કરુણા તેના હૈયામાં ભારોભાર ભરાઈ ગઈ, વિનમ્રતા તેની આંખો માં છલકાવા લાગી. બે હાથ જોડી અંજલિ કરી અતિ વિનયપૂર્વક શ્રેણિક મહારાજાએ પ્રશ્ન કર્યો, હે મુનિરાય! તમે પ્રશંસનિય એવા તરુણ છે, લેગ વિલાસને ગ્ય એવી તે તમારી વય છે, સંસારના સુખ અને મનેહારિણે સ્ત્રીઓને મધુર વચને માણવાના તમારા દિવસો છે, તે બધાને ત્યજી દઈને આપ શા માટે આ ઘેાર ઉદ્યમ કરી રહ્યા છે?
રાજન ! હું અનાથ હતો, અશરણું હતે માટે મેં દીક્ષા ગ્રહણ કરી.
શ્રેણિક કહે ચાલે હું તમારો નાથ થઉં. હે ભયંત્રિાણ! તમે ભેગ ભગ, ઈચ્છિતને વરનારા થાઓ. ચાલો મારી સાથે.
રાજનું તું પોતે પણ અનાથ છે, ત્યાં તું મારો નાથ કઈ રીતે થવાને હતો.
કારણ કે નિધન-ધન કયાંથી આપવાને? અબુદ્ધ-બુદ્ધિદાન કઈ રીતે કરાવાને? અજ્ઞ જ્ઞાનદાન શું કરી શકવાને? વંધ્યી સ્ત્રીને સંતાન કદી થવાનું નથી. બેઘર માનવી બીજાને આશરે શું આપવાને? નેત્રહીન કદી રસ્તો દર્શાવનાર બની શકવાને નથી તે રીતે હે રાજન! તું તે પણ અનાથ અને અશરણ છે તે તું મારા નાથ કઈ રીતે બની શકવાને?
શ્રેણિક તે અનાથી મુનિની વાણી સાંભળી વિસ્મયમાં ગરકાવ થઈ ગયે. હું અશરણ! હું અનાથ !
શું વાત કરે છે મુનીરાય તમે? લાખને પાલનહાર અને આટલે પરીવાર, આટલી ઋદ્ધિ તો પણ તમે મને કહો છો કે હું અનાથ!
હા રાજન ! તું અનાથ છે.