________________
૨૩૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
ગઢમઢ મંદિર માળીયા મેલ્યા, મેલી તે સારી ઠકુરાઈ નવનિધિ ચૌદ રતન સવિ મેલ્યા મેલી તે સયલસજાઈ હયગય અંતે ઉરી સવિ મેલી, મેલી તે મમતા માયા એકલડા સંયમ લઇ વિચરે, કેળ ન મેલે રાણું રાયા - રંગીલા રાણું રહે રહે જીવન રહો...(૨)
સનત્ મુનિએ કાયાની માયા ત્યજી દીધી, રોગોને સમતા ભાવે સહન કરતા, તપના પ્રભાવે લબ્ધિ ઉત્પન્ન થઈ. ફરી પેલા બે દેવો વૈદ્યનું રૂપ લઈને આવ્યા. ઔષધ કરવા માટે વિનવણું કરી ત્યારે મુનિવરે થુંક વડે જ પિતાની આંગળીને સુવર્ણમય કરી દેખાડી. આવા લબ્ધિધારી મુનિવરને વૈદ્યની શી જરૂરી એ જ કાયા વડે સદગતિ સાધી ગયા. ઈન્દ્રિય અને વિષય સુખ
अक्षार्थाः पुण्यरुपा ये पर्व स्युस्ते क्षणेन च
अक्षाणामिष्टता दत्वाऽनिष्टतां यान्त्यहा क्षणात् પહેલા જે સુંદરરૂપવાળા ઈન્દ્રિયના વિષયો હતા તે ક્ષણવારમાં ઈદ્રિને ઈષ્ટપગ આપી પાછા-અહો ખેદની વાત છે કે ક્ષણવારમાં અનિષ્ટતાને પામે છે.
ખીલેલા પુષ્પોના સુંદર બગીચા પ્રાતઃકાલે આંખને કે આનંદ આપે છે, વૃક્ષની કુંજેમાં કલરવ કરતા પંખીને મધુર સ્વર કાનને કેવો આનંદ આપે છે, પુની સુંદર સુધી પરાગ નાકને કેવી સેડમથી મઘમઘાવી દે છે, અને પર્વતને સ્પશને આવતે મંદ મંદ પવન રમે રેમને સ્પશી કેવી શાંતિ અર્પતે જાય છે, વિવિધ ફળો અને સ્વાદિષ્ટ પકવાને ને સ્વાદ જીભને કે ગમી જાય છે.
પણ કેટલી ઘડી ? જેમ સંધ્યાના વાદળનો રંગ જેમ ચંચલ ગજકાન
પુષ્પો કરમાઈ જાય છે. વૃક્ષો સુકાઈ જાય છે. પક્ષી મૃત્યુ પામે છે. અને સુંગધ દુર્ગધનું રૂપ ધારણ કરે છે. શીતળ પવન તાપમાં ગરમ થઈ લૂ પકડે છે, ભોજન વિષ્ટામાં પરિણમે છે.
કારણ કે ઇન્દ્રિયના વિષયો અનિત્ય છે. બે ચાર મિનિટનું સુખ આ ભવમાં તે સજા કરે છે પણ પછી નરકાવાસમાં ઘસડી જાય છે.