________________
જેમ સધ્યાના વાદળના રંગ
૨૩૭
આ શરીર એટલે ઈટ પર ચણાયેલી ઈંટની જેમ હાડકાં પર હાડકાં ચઢાવેલુ માળખુ કે જે રોગગ્રસ્ત છે-નાશવંત છે—જીણુ શીણુ થવાના સ્વભાવવાળું છે. જેમાં નાખેલી સારી વસ્તુ પણ ગઢવાડ રૂપે બહાર કાઢે છે. અરે શીયાળામાં કઈક પાક અને ભસ્મા ખાઈને પુષ્ટ કરેલું શરીર, એટાદ મેલેરીયા અથવા ફલ્યુના હુમલા આવતા ખલાસ થઈ જાય છે દશ માણસને એકલે હાથે ભડાકે દઇ દેનારા ટી.બી.ના ખાટલે પડવો પડથો લારુ પાડે છે.
છ ખંડ પૃથ્વીના ઘણી અને એક ચક્રી શાસન ચલાવતાં ચક્રવતી સનત્કુમારના વખાણ દેવલેાકમાં ઈન્દ્રસભામાં બેઠા બેઠા ઈન્દ્ર કરી રહ્યો હતા. ખરેખર સનતકુમારનું રૂપ લાવણ્ય અદ્ભુત છે.
ઈન્દ્રના મુખે પ્રશંસા સાંભળી એ દેવતા આવ્યા. બ્રાહ્મણના વેશે જુએ છે તા ખરેખર ઈન્દ્ર મહારાજાએ વખાણેલું હતું તેવું જ રૂપ મસ્તક હલી ગયું બંને દેવતાનું. સનત્કુમારે પૂછ્યું કેમ તમે માથુ ધુણાવ્યું? બ્રાહ્મણેા કહે ખરેખર શુ' અદ્ભુત રૂપ છે આપનુ
બસ આટલું વાકય કાને પડતાં ચક્રીના મનમાં મદ જાગ્યા મારું રૂપ અત્યારે શું જુએ છે. અત્યારે તે આ કાયા મેલથી ભરી છે. નાહી ધાઈ, વિલેપન કરી, અલકાર પહેરી રાજ સિંહાસન પર આવું ત્યારે તમે મારુ રૂપ જેવા આવજો.
રાજદરબાર ભરાણા ત્યારે દેવતા આવી ને જુએ છે તે ફરી મસ્તક હલી ગયુ, અરેરે! કયાં અદ્દભુત રૂપ હતું ક્ષણવાર પહેલાનુ અને હવે આ સ્થિતિ !
બ્રાહ્મણેા એ તેને જણાવ્યું કે રાજન્ ! તારી કાયામાં સાળ રોગ ઉત્પન્ન થયા છે. તુરત ચક્રીએ પાનની પીચકારી મારીને જોયું તે
કીડા પડી ગયાં છે કાયામાં.
અરેરે આ કાયાની આ દશા ! આ રૂપ આટલી વારમાં અસ્ત થઈ ગયું. ખળભળ્યેા ઘણુ ચક્રીસનમાં સાંભળી દેવની વાણી તુરત ત'એાળ તાણીને જોયુ. રંગ ભરી કાયા પલટાણી રંગીલા રાણા રહેા રહેા જીવન રહેા– (૨) સનતકુમારને અનિત્યતા સમજાઈ ગઈ આ કાયાની. ખસ હવે આ સંસારમાં એક પણ ન રહેવાય.
अनित्यानि शरीराणि