________________
૨૩૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ– તેનું મમત્વ ઘટાડવું આયુષ્યની જેમ સંપત્તિ માટે પણ એજ પંક્તિ યાદ કરો. જેમ સધ્યાના વાદળને રંગ-જેમ ચંચલ ગજકાન
૦ યૌવન :- યુવાવસ્થા કુતરાની પૂંછડી જેવી છે જેમ કુતરાની પૂછડી વાંકી છે તેમ યુવાવસ્થા પણ વકમતિ હોય છે. આ ઉંમરે માણસ બીજા કોઈનું સાંભળી શકતું નથી. કે માન તે પણ નથી. યૌવનને વશ થઈ સ્ત્રી સંપત્તિ અને વૈભવને ગુલામ બને છે. અભિમાનથી છાતી ફૂલાવીને ફરે છે. પણ આ ચૌવન કેટલું ટકશે?
હિન્દુસ્તાનમાં એક પહેલવાન થઈ ગયા નામ તેનું ગામ. યુવાનીમાં ૧૦૦૦ દંડ બેઠક કરી શકતો હતો. પણ હોસ્પીટલને બીછાને દાખલ થયે ત્યારે તેની હાલત એવી દયાજનક હતી કે મે પરથી માખી નહેાત ઉડાડી શકતો. તેના મૃત્યુ પહેલાં જ તેની યુવાની મરણ પામી હતી. માટે ચૌવનની અનિત્યતા સમજીને ધર્મ સાધી લે.
કરકંડુ રાજા નગરમાં ફરી રહ્યા હતાં ત્યારે તેણે એક હૃષ્ટપુષ્ટ બળદને જોયો. ખૂબ ખાતો પીતો, સુંદર, દેખાવડો, શરીરે ભરાવદાર સારામાં સારો બળદ, બળદની ચૌવન સંપત્તિ જોઈને રાજા ખુશ ખુશ થઈ ગયે.
આઠ-દશ વર્ષ બાઢ ફરી એ જ રસ્તે રાજા પસાર થયે, ત્યારે રસ્તાન ખૂણામાં પડેલા એ જ બળદને ફરી જો, બળદ જએ તે અતિશય ઘરડ, ડાક વળી ગઈ છે, આહારનું પોષણ મળતું નથી, પેટ પાતાળ થઈ ગયું છે, શરીર કુશ થઈ ગયું છે, ઉભવાની શક્તિ નથી. આવી દયનીય હાલત જોઈ રાજા પણ વિચારે ચડે. અનિત્ય ભાવને ભાવતાં થયું કે એ હો યૌવનની આ સ્થિતિ
–જેમ સોધ્યાના વાદળને રંગકરકંડુ રાજાએ ત્યાં જ રાજપાટ છોડી દીધા. ખરેખર અનિત્યમાં નિત્યની બુદ્ધિ રાખીને ગાંડા થવું, મિથ્યા ભ્રમમાં જીવવું, સુખ માનવું તે જ અજ્ઞાનતા છે.
શરીર :- માતાપિતાની રજ અને વીર્યના સંગે મળમૂત્રની ક્યારીમાં અશુચીમય કાયામાં ઉંધા માથે નવ નવ માસ લટકીને આહારના મુદ્દગલે લઈને આ શરીરનું નિર્માણ કર્યું.