________________
જેમ સંધ્યાનો વાદળને રંગ
૨૩૫
હરિલાલ સેતલવાડ એક અતિ નીતિ પરાયણ સજજન માણસ હતા. અનીતિના પિતાને હાથ પણ ન લગાડે. તેઓના હોદ્દા મુજબ ધારે તેટલી લાંચ લઈ શકે તેમ હતા પણ તેઓ લાંચ લેવાને કટ્ટર વિરોધી માણસ.
એક વખત કોઈ ગૃહસ્થ તેના ખંડમાં પ્રવેશ કર્યો. હાથ જોડીને વિનંતી કરી. સાહેબ આપ મેટા અમલદાર છે. જે મારુ એક કામ કરી આપ તે આપને આભાર.
સેતલવાડ કહે ના ભાઈ મને જરાપણ ફુરસદ નથી. પેલા ગૃહસ્થ કહ્યું સાહેબ મારે કંઈ મફત કામ કરાવવું નથી. જુઓ આપને આપવા માટે હું એક લાખ રૂપિયા રોકડા લઈને આવ્યો છું. તેમ છતાં હરિલાલ સેતલવાડે સરકારી કામ પતાવી આપવાની સ્પષ્ટ ના કહી દીધી. પેલે ગૃહસ્થ જરા મુંઝાણે એટલે અકડાઈને બે, સાહેબ! યાદ રાખજે આવડી રકમ આપનારો બીજે કેઈ નહીં મળે.
હરિલાલ સેતલવાડ ખુરશીમાંથી ઉભા થઈ ગયા. તમે પણ યાદ રાખજે મિસ્ટર કે આવડી મોટી રકમને અસ્વીકાર કરનારો તમને કેઈ બીજે માણસ નહીં મળે.
પેલો ગૃહસ્થ ઢીલો પડી ગયે. કેમ સાહેબ! તમારે પેટ નથી. ઘરબાર નથી. આટલા બધાં કેમ અકળાઈ ગયાં ? મારું કામ ન થાય તે કંઈ નહીં પણ વાત તે કરો કે આવડા વિરોધ અને ઉશ્કેરાટનું કારણ શું ?
સેતલવાડે સમજાવ્યું કે ભાઈ આ પિસો તે હાથને મેલ છે ગમે ત્યારે આવે અને ગમે ત્યાં ચાલ્યા જાય. આપણે સંતેષથી જીવીએ તેટલે પગાર મળે છે, પછી વૈભવ વિલાસનું કામ શું છે? સંપત્તિ તે ક્યારેક વિપત્તિને પણ નેતરીને આવે છે અને તે પાછી ભેગી તે આવવાની નથી. જીવનમાં સાથે તે સદાચાર જ આવવાને છે ભાઈ માટે આવી આસુરી સંપત્તિને હું ત્યાગ કરું છું.
અરે છ ખંડની ઋદ્ધિ ધરાવતે સુભૂમ-ચકવતી દરીયામાં ડૂબી મર્યો ત્યારે સાથે શું લઈ ગયો ? માત્ર સાતમી નારકીનું આયુષ્ય.
તેથી જ સંપત્તિને પણ અનિત્ય માનીને ત્યાગ કરે એટલે કે