________________
૨૨૯
ભાવ એજ અંધ અને મેાક્ષનું કારણ
(૫) પારિણામિક :- જીવ [અથવા અજીવ]ને સ્વરૂપ અનુભવ કરવામાં જે તત્પરતા તે જ પરિણામિક ભાવ કહેવાય છે.
જેમકે જીવમાં જીવત્વ રહેલુ છે તે કદી અજીવત્વ થતુ નથી. એ જ રીતે ભવજીવ હોય તેનામાં જે ભવ્યત્વ (પણું) છે તે કદી અભવ્યત્વ (પણું) થશે નહીં અને અવિ જીવમાં રહેલું અભવ્યત્વ કદી ભવ્યત્વ રૂપે પરિણમશે નહી. કારણ કે તેમના પારિણામિક ભાવ જ તે પ્રકારના છે.
ભાષના જે પાંચ પ્રકારા અત્રે જણાવ્યા તેમાં પ્રથમ ત્રણ ભાવ, (૧) ઔપમિક ભાવ (૨) ક્ષાયિક ભાવ (૩) ક્ષાયેાપશમિક ભાવ આ ત્રણે ભાવા ક ના ઘાત થવાથી/કરવાથી ઉત્પન્ન થાય છે. – જેમ રજ કે વાદળા દૂર થતા સૂની કાંતિ બહાર આવે છે તેમ કરજ દૂર થતાં આ ભાવા પ્રકાશિત થાય છે.
ચાથા ઔયિક ભાવ પેાતાના બાંધેલા કર્મીના ઉદ્દયથી ઉત્પન્ન થાય છે. જેમ દારૂ પીધેલો માણસ દારૂના નશે! ચડે ત્યારે ગાવા કે નાચવા માંડે તેમ કર્મીના ઉદય થતાં કર્માનુસાર વર્તન કરવા માંડે છે. પાંચમા પારિણામિક ભાવ નિનિમિત્તક છે.
માહનીય કમ માં પાંચે ભાવા સભવે છે જ્યારે જ્ઞાનાવરણીય– દ નાવરણીય અને અંતરાય માં ઔપશમિક સિવાયના ચાર ભાવા હોય છે અને વેદનીય-ગાત્ર-આયુ-નામ આ ચારે કર્મામાં ક્ષાયેાપમિક અને ઔપશમિક સિવાયના ત્રણ ભાવા હાય છે. અહી' જે ભાવાનુ` વર્ણ ન કર્યું. તેમાં—
૦ ક્ષય એટલે સવ થા ઉચ્છેદ સમજવા.
૦ પેાતાના કર્મના વિપાક તે ઔયિક સમજવા.
૦ જીવ સાથે અત્યંત વણાઈ ગયા હોય તે પારિણામિક ભાવ સમજવે.
ઉપશમ ભાવનું જે વર્ણન કર્યું. તે ભાવ રાખ વડે ઢાંકેલાં અગ્નિ જેવા છે. ત્યાં અગ્નિ એટલે કર્માનું અસ્તિત્વ છે જ પણ ઉપશમ રૂપી રાખથી ઢંકાએલુ છે.
ક્ષાયેાપશમ ભાવ તા ચારે ધાતી ક્રર્માને હાય છે. આવા ધાતી કર્મોના ક્ષય કરી જે ભાવમાં જીવ વર્તે તે જીવ ભાવે કેવળજ્ઞાનની