SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ આ ભાવ કેવા કહેવાય? દ્રવ્યથી ભાવ-તે કલ્યાણકારી ન બને. એટલા માટે જ શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીએ લખ્યું. आकर्णितोऽपि महितोऽपि निरिक्षितोऽपि नून न चेतसि मया विधृतोऽपि भक्त्या जातोऽस्मि तेन जनबांधव दुःख पात्र तरमातू क्रिया प्रतिफलन्ति न भावशून्या આખી પંક્તિને સાર શું? સુયા હશે પૂજ્યા હશે નિરખ્યા હશે પણ કેક ક્ષણે હે જગતબંધું ચિત્તમાં ધાર્યા નહી ભક્તિ પણે જ પ્રભુ તે કારણે દુ:ખપાત્ર આ સંસારમાં આ ભકિત પણ ફળતી નથી મુજ ભાવ શુન્યાચારમાં ભાવ વિહિન કે ભાવશુન્ય ક્રિયા ફળ દેનારી બનતી નથી. આપણે પણ કહ્યું ભાવ એ જ બંધ અને મોક્ષનું કારણ પણ ફરી એ જ પ્રશ્ન. ભાવ એટલે શું? લેકપ્રકાશમાં મહેપાધ્યાય વિનય વિજયજી મહારાજ પાંચ પ્રકારે ભાવે વર્ણવે છે. (૧) પથમિક – કર્મને જે પ્રદેશ [દળીયા] અને વિપાક [ફળ] એ બંને પ્રકારે કર્મના ઉદયને રેકો–અને તે રીતે આત્માને જે ભાવ ઉત્પન્ન થાય તે ઔપશમિક ભાવ. પણ આ ભાવે કેવળજ્ઞાન ન થાય. (૨) ક્ષાયિક :- કમને આત્યંતિક ઉચ્છેદ તે ક્ષાચિક કહેવાય. આ ક્ષાયિકપણામાંથી નિષ્પન્ન થતો ભાવ તે ક્ષાયિક ભાવ. (૩) ક્ષાપથમિક – જે કર્મ ઉદયમાં આવેલું હોય તે કર્મને ક્ષય કરે અને જે કર્મ ઉદયમાં નથી આવ્યું તે કર્મને રોકવું એટલે કે તે કર્મને ઉપશમ કરો. આ બંને કિયા વડે જે ભાવ ઉત્પન્ન થાય તે ભાવને ક્ષાપશમિક ભાવ કહે છે. (૪) ઔદયિક :- કર્મને જે વિપાક [ફળ] વડે કરીને આપણે જે અનુભવ થાય તેને ઉદય કહેવાય. આ કર્મના ઉદય વડે જે ભાવ ઉત્પન્ન થાય તેને ઔદયિક ભાવ કહે છે.
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy