________________
ભાવ એજ બંધ અને મોક્ષનું કારણ
૨૨૫
ખબર પડે છે ને કે હસ્તમેળાપ વખતે તમારા હૈયામાં કેવા ભાવે ઉછાળા મારી રહ્યા હોય!
અલબત તે પણ ભાવ કહેવાય છે, પણ સંસાર વઘારનારા. જ્યારે આપણે અત્યારે ભાવપૂર્વક શીલપાલનની વાતની વિચારણા કરી રહ્યા છીએ. તે મોક્ષ માટે–સંસારના પરિભ્રમણને કાપવા માટે.
ભાવ એ જ બંધ અને મોક્ષનું કારણ છે. ગુણસાગર શ્રેષ્ઠીને કન્યા પણ કેવી કુલીન મળી હશે કે લગ્ન તે તેની જ સાથે કરવાના. જે માનશે તે ભેગ ભગવશું, નહીં તો અમે પણ સાથે દીક્ષા લઈશું. - લગ્નની તૈયારીની ધામધૂમ છે. ગુણસાગર શ્રેષ્ઠી મુનિજીવનની વિચારણામાં લીન છે. હસ્તમેળાપ અને ચેરીનો સમય. તમારા જીવનની શ્રેષ્ઠ મેહનીય ક્ષણે, પણ ગુણસાગર માટે મેહનીય સહિત ચારે ઘાતી કર્મો ખપાવનાર બની. ત્યાં જ કેવળજ્ઞાનને પામ્યા. શીલ માર્ગમાં તેણે કેવું પદાર્પણ કર્યું હશે? કેવા ઉત્કૃષ્ટ ભાવે તેણે વિષયને ત્યાગ કર્યો હશે કે હસ્ત મેળાપ વખતે રમણી (સ્ત્રી) શીવ કિલ્યાણકારી] ન લાગતાં શીવ (મેક્ષ) રમણી [પ્રિયપાત્ર] બન્યું અને પામી ગયાં કેવળજ્ઞાન.
આ છે ભાવપૂર્વકનું શીલ કે જ્યાં ભાવ મેક્ષનું કારણ બન્યું. તપ પણ ભાવ–પૂર્વકનું કહ્યું કેમ? ૦ અટૂઠાઈકરી-કારણ? જેઠાણી એ કરેલી છે માટે. 0 ઓળી કરવી છે કેમ ? બધાં કરે છે માટે.
આ તપ નથી, તપ એ વાહવાહ, દેખાવ કે સ્વાર્થ સાધન માટે છે જ નહીં. તપનું મહત્વ કયારે? સ્વાદ લાલસા ઘટી તે તપનું મહત્વ, સુખ-સુવિધાની રમણતા કે દેહની આસક્તિ ઘટી ? તે તપનું મહત્ત્વ. તમે માસક્ષમણ કરતા હો પણ નવકારશી તપ કરનાર પર હૃદયને બહુમાન ભાવ ન હોય તો ? તપ દ્રવ્યથી નહીં ભાવથી થાય તો જ કલ્યાણકારી બને.
ઉપવાસ કર્યો તે દિવસે પારણાના વિચાર આવતા હોય, રાબ અને મગ સપનામાં આવતા હોય, મંદીરને પગથીયે ચડતાં આરસના પગથીયામાં બરફીના ચેસલા દેખાતા હોય તો એ તપ કલ્યાણકારી ન બને.
૧૫.