________________
૨૧૯
-
-
-
-
-
-
ત્યાગ કરે પણ શેને? બંને મોક્ષ પથને પામી ગયા.
પુંડરિક રાજાએ ૧૦૦૦ વર્ષ રાજ્ય ભોગવ્યું છતાં તેઓ રાજ્યના લોભમાં કદાપી આસક્ત બન્યા નહી, કેવળ ચારિત્રના પરિણામથી જીવી રહેલા અને લેભ–કષાયને વ્યુત્સર્ગ કરીને જીવન વીતાવતાં એવા તેઓ એ માત્ર એક જ દિવસનું ચારિત્ર પાળ્યું, માત્ર એક જ દિનના સંયમી, છતાં પણ લેભને ઉત્સર્ગ કરેલા તેઓ સર્વાર્થ સિદ્ધ વિમાને તેત્રીશ સાગરોપમવાળા દેવ થયા.
માટે કષાયને વ્યુત્સર્ગ કરો એટલે કે ક્રોધ-માન-માયા-લોભને ત્યાગ કરો.
(૬) સંસાર ઉત્સ:– સંસાર એટલે આત્મા સાથે ચેટેલા કર્મોને કારણે નરક–તિર્યંચ દેવ અને મનુષ્ય એ ચાર ગતિમાં પરિભ્રમણ.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ વગેરે જે જે કારણોથી સંસાર વધતો હોય તે તે સર્વ નિમિત્તોનો ત્યાગ કરે અને કેવળ મોક્ષમાર્ગ પરત્વેનું લક્ષ રાખવું તે સંસાર વ્યુત્સર્ગ.
ઉત્સર્ગ તપની વાત ચાલે છે. ત્યારે ફરી એક વખત તપા નિા સૂત્રને યાદ કરો. તપને હેતુ માત્ર કર્મ નિર્જર જ હોઈ શકે. સર્વ કર્મ નિર્જરા થાય એટલે મોક્ષ પ્રાપ્તિ થવાની જ છે. અહીં પણ સંસાર ઉત્સર્ગનું અંતિમ લક્ષ્ય તે મેક્ષ છે જ. પરંતુ જ્યાં સુધી સંસારમાં પરિભ્રમણ ચાલું છે, ત્યાં સુધી સંસાર પ્રત્યે મમત્વ ભાવનાને ત્યાગ કરે તે સંસાર ઉત્સર્ગ.
(૭) કમ ઉત્સ:- કર્મ વ્યુત્સ એટલે કર્મ બંધનના કારણોને ત્યાગ કરવો.
આશ્ર સદા છોડવા લાયક છે અને સંવર સદા આદરવા લાયક છે. ઉક્તિ મુજબ આશ્રવને છોડવા અને સંવરને આદરવા રૂપ તપ કરી સંચિત કર્મોની નિર્જરા કરવી.
છેલે સર્વ કર્મના ત્યાગ મારફતે મોક્ષ મેળવવો તે કર્મ વ્યુત્સર્ગ
આ પ્રમાણે સાત પ્રકારને વ્યસર્ગ શાસ્ત્રકાર મહારાજા જણાવે છે. તેને નજરમાં રાખી ઉત્સર્ગ તપ થકી મેક્ષ-માર્ગનું આરાધન કરવું જોઈએ,