________________
“ત્યાગ કરે” પણ શેને ?
૨૧૭ જ્યારે સિરાવવાની વાતનું રોજ ચિંતન કરશો તો સમજાઈ જશે કે આ આપણે છોડીને જવાનું છે..બસ પછી મમત્વને વ્યુત્સર્ગ થઈ જાય તો એ જ છે સાચો ત્યાગ.
(૪) ભક્ત પાન ઉત્સગ – અનશન કરતી વખતે, સંલેખણા કે સંથાર કરતી વેળા, ગંભીર બીમારી વખતે, મરણાંત ઉપસર્ગ સમયે અથવા મરણ સમય નીકટ જાણુ
તેમજ રોજ રાત્રે સંથારા પરસિ વખતે રાત્રિ પુરતું આહારાદિક એટલે અશન–પાન વગેરે ભોજનાદિકને ત્યાગ કરે તેને ભકત પાન વ્યુત્સર્ગ કહે છે.
ધન્યકુમાર અને શાલીભદ્રએ સાથે દિક્ષા ગ્રહણ કરી પ્રભુની સાથે વિચરતાં પોતાની જ નગરીમાં પધારવાને પ્રસંગ બન્યો.
માસક્ષમણના પારણે બંને અણગારો વહોરવા નીકળ્યા ત્યારે શીલીભદ્રની માતા અને ધન્યકુમારના સાસુ એવા ભદ્રામાતાને ત્યાં ધર્મલાભ આપી ઉભા રહ્યા.
માસક્ષમણના તપસ્વી, પાછા બંનેની કાયા કુશ થઈ ગયેલી. ભગવાને પણ કહેલું કે જાઓ આજે તમારી માતા ને હાથે પારણું થશે, છતાં ઘેર કેઈ ઓળખતું નથી, આહાર પણ વહોરાવતા નથી, બંને પાછા ફર્યા પિતાના ઘેરથી. શ્રી વીર પરમાત્માના વચનમાં બંનેને દઢ વિશ્વાસ છે. બંને પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક મહિયારણે દહીં વહરાવી પારણું કરાવ્યું.
બને મુનિ મહાત્માઓએ પ્રભુ પાસે શંકા જૂ કરી કે હે ભગવન! આપની આજ્ઞાનુસાર અમે વહોરવા ગયા પણ આ ફેરફાર કેમ થઈ ગયે? ત્યારે મહાવીર પ્રભુએ જવાબ આપ્યો કે શાલીભદ્રના પૂર્વ ભવે તે સંગ ગોવાળ હતે. તે ભવની માતાએ પૂર્વના સ્નેહ વશ થઈને પારણું કરાવ્યું. અજીઆ વળતી મહિયારી મહીં આપીને અજીઆ પડિલાલ્યા દોય અણગાર –ધરમ ધોરીરે. અજીઆ પૂરવ ભવની માવડી અજીઆ પૂછતા વીર કહે વિચાર –ધરમ ધોરીરે.
મુનિ તે વૈભારગિરિ જઈવીએ.