________________
૨૧૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
એક બાઈ અને બચ્ચે. રૂપિયા સેળ થાહે.
આપાએ ગણી દીધા રોકડાં. પણ બાઈ એ જે ધરતી પર ડગ માંડ્યો કે જાણે કંકુની પાની કરતા પગ હોય તેવું રૂપ નીહાળી રાડ પડી ગઈ. આ પા... રેવા દે, રેવા દો. આવું માણહ ફરી નહી મળે છે
કાઠીયાણી તે જરાયે અચકાટ વગર બેસી ગઈ ત્રાપામાં, ખેાળામાં બાળક લીધું. લાંબે ઘુમટો તાણ્યો. બે તરવૈયા રાંઢવું ઝાલીને ત્રાપાને તાણે છે. માણકી પણ જાણે કાઠીયાણુને આંબવા ડાબા પછાડવા લાગી.
ત્રાપ મધ વહેણમાં પહોંચે અને આપાથી એકાએક બેલાઈ ગયું. “ભુંડી થઈ. ”
વાંભ એક લાંબે કાળેતરો સાપ ત્રાપા પર જઈ ચડયે હતે. ઘુમટો તાણેલી કાઠીયાણી સામે સાપ ફૂંફાડા મારવા માંડે.
આપાને જીવ તાળવે ચોંટી ગયે.
આપાએ બુમ પાડી. એલા છ-વા–ત, દેરડું છોડ નહીં ૧૦૦ રૂપિયા રોકડાં ગણી દઈશ. ત્રાપ ખેંચવા માંડ ઝટ.
૧૦૦ રૂપિયા-જીવાતે પાછું વાળીને જોયું તે વાંભ એક લાંબો કાળોતરો. વેય બાપ કરતાં રાંઢવું ફેંકી બેય જણા ભાગ્યા કાંઠે.
ત્રા માં ધુમરી ખાવા. નદી બે કાંઠે ભરપુર હતી ને ત્રા ખેંચનાર કેઈ ન મળે. આપે જાણ્યું કાઠીયાણી ગઈ હવે, કાળેતરે પણ ઘુમટા માથે ફેણું મારવા માંડ્યા. કાઠીયાણી એ જરાયે પડકાર વિના ઘુમટા ખેંચીને બાળકને બરાબર ઢાંકી રાખ્યું.
આપા સુથાએ માણકી ઉતારી પાણીમાં, પળવારમાં તે માણકી પહોંચી ગઈ તરાપા પાસે, તલવારથી ડફ દઈને સાપનું ડોકું ઉડાળી દીધું.
કિનારો અડધો ગાઉ આને ભેખડું સંઘીયે માડું માથે ડું ઉંચી. આપે બે બાપ માણકી, “હવે લાજ રાખજે.”ને પડખામાં પાટુ મારી.
ચાર પગ સંકોચી માણકીએ માર્યો ઠેકડે પણ માટીને ગાડાં જેવડું ગાંદડું ફસકયું. માણકી પડી પાણીમાં, માથે ત્રણ ત્રણ અસવારને ભાર પડે છે. ફરી ભેખડ પાસે લાવી આપાએ માણકી કુદાવી. ફરી હેઠી પઠ્ઠાણી.