________________
-
-
-
-
-
-
-
...
२०८
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ બીજાના રાય જેવા દેષની અધિકતા દાખવવી વગેરે અસત્ય બોલવા સંબંધિ જે સતત વિચારણું તે મૃષાનુબંધિ રૌદ્રધ્યાન કહેવાય.
(૩) સ્તયાનુબંધિ – ચોરી કરવી અથવા પરદ્રવ્ય હરણ કરવા સંબંધે સતત વિચારણું કરવી કે ચિંતવવું તે તેયાનુબંધિ ૌદ્રધ્યાન.
(૪) સંરક્ષણાનુબંધિ – ધન વગેરેના પરિગ્રહ સંબંધમાં તેનું સંરક્ષણ કરવા માટેની સતત વિચારણું કરવી.
આ ધ્યાન પાંચમાં ગુણસ્થાનક સુધી હોય છે. રૌદ્રધ્યાનમાં એક બાબત ખ્યાલ રાખવા જેવી છે જેથી આપણે ત્યાં પ્રવર્તતા ભ્રમનું નિરસન થઈ શકે.
સામાન્ય તયા “કષાય એટલે કોઈ એવી માન્યતા પ્રવર્તે છે. પણ કષાયમાં કોઈ–માન–માયા-લોભ ચારેને સમાવેશ થાય છે. તે રીતે રીદ્રધ્યાનમાં પણ લેકે હિંસાનુબંધીને જ રદ્રધ્યાન ગણે છે પણ સતત પરિગ્રહ ચિંતનથી પીડાતા કે જૂઠ બોલવા માટે જ વિચારોને સતત ગોઠવતા રહેતાને રૌદ્રધ્યાન કરી રહ્યા છે તે વાત કઈ યાદ કરાવતું નથી.
ચિતન કરવાની કલા – એ પરિશીલનના સંદર્ભમાં આ ચારે ભેદે સમજી તેનાથી દૂર રહેવા પ્રયત્નશીલ બનવું જોઈએ.
ધ્યાન શતકમાં જણાવ્યા મુજબ તો કરવું કરાવવું અનુમેદવું કે તત્સંબંધિ ચિંતન કરવું એ ચારે ભેદને સમાવેશ રૌદ્રધ્યાનના સ્વરૂપમાં કરવાનું છે.
રૌદ્રધ્યાની જીવને નરક સિવાય બીજી ગતિને સંભવ જ નથી. શાસ્ત્રમાં તે માટે તન્દુલ મચ્છનું વર્ણન આવે છે. તે બહુ નાને એક
ખાને દાણું જેવડે હોય છે. પણ તે હેય પંચેન્દ્રિય અને તે પણ સંજ્ઞી એટલે કે મનવાળે. તે કોઈ મોટા મગરમચ્છની ભ્રમરમાં બેઠે હોય છે જ્યારે સમુદ્રમાં અનેક માછલી મગરમચ્છની પાસેથી પસાર થાય ત્યારે તે મગરમચ્છ તેને ગળી જાય છે. તેમ કરતાં કેટલીક માછલી છુટી જાય છે. - આ સમયે પેલો તંદલ મછ વિચારે છે કે અરે આ મગરમચ્છ કે બેપરવાહ છે. આટલી માછલી પોતાના પાસેથી જવા દે છે. જે મારે આવું શરીર હોય તે હું આમાંની એક માછલી ડું નહીં.