________________
૧૯૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
આવશે. એક વર્ષના ૩૬૦ દિવસ ગણે. રોજ રોજ દશ પ્રતિબંધ પામે, તે વાત પણ બાર વર્ષ સુધી ચાલુ રહે. - છેલ્લે એક દિવસ આવી પહોંચ્યા નવ પ્રતિબંધ પામી ગયા, પણ દશમે સોની કેમે કરી સમજતો નથી. ઘણું સમજાવ્યું. ત્યારે વેશ્યાને મજાક સુઝી–“સ્વામી દશમાં તમે જ પ્રતિબોધ પામી જાઓને.”
તરત જ નંદીબેણે પુન: દીક્ષા ગ્રહણ કરી લીધી. અશુભ કર્મોને અંત આવ્યો. મુનિ સ્વર્ગ સંચર્યા અને અનુક્રમે મોક્ષ પામશે.
ધર્મકથા સ્વાધ્યાય તપની કેવી અજોડ શક્તિ હશે? આટલા બધાંને રોજ પ્રતિબંધ પમાડયા. અરે ! મગજમાં ન ઉતરે તેવું લાગશે તમને કે આ વેશ્યાસક્ત માણસ અને તે અભિગ્રહપૂર્વક જીવન જીવે. દશ-દશને ચારિત્ર માર્ગે પહોંચાડી પછી જ વેશ્યા સાથે ભેગ ભેગવે તે પણ બાર-બાર વર્ષ સુધી !!!
સ્વાધ્યાય જેવા ઉત્તમોત્તમ તપ માટેની તેની સાધના કેવી જબરજસ્ત હશે! કેવી અજબ શક્તિ હશે તેમની કે જૈન શાસનમાં પ્રવચન પ્રભાવક તરીકેનું બિરૂદ પામી ગયા તેઓ.
ધર્મકથા પણ ચાર પ્રકારે ગણાવી છે. (૧) આક્ષેપણી કથા-વીતરાગ દેવ દ્વારા પ્રતિપાદિત. શુદ્ધ ધર્મ તરફ શ્રેતાને આકર્ષી રાખ .
(૨) વિક્ષેપણ કથા–ઉમાર્ગના દોષ અને સન્માર્ગના ગુણો જેમાં રજૂ કરવા દ્વારા સન્માર્ગમાં જવા માટે સ્થાપન કરવામાં આવે તેવી કથા.
(૩) સંવેગની કથા - જેમાં કર્મ વિપાક (ફળ) ની નિરસના બતાવી શ્રોતામાં વૈરાગ્ય ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરાય તેવી કથા.
(૪) નિર્વેદની કથા – સંવેગની કથા દ્વારા શ્રેતામાં જાગૃત થયેલી મુક્તિની અભિલાષા કઈ રીતે પૂર્ણ કરવી–તેમજ સંસારની અસારતાને સમજીને નિર્વેદ-ઉદાસીનતા લાવવી તે અંગેની કથા.
આ પાંચ પ્રકારના સ્વાધ્યાય દ્વારા તપની પૂર્તિ કરવી.
આલોચના ગ્રન્થોમાં પણ અનશન તપ ને ભંગમાં સ્વાધ્યાયથી તપ પૂર્તિ કરવા અંગેનું વિધાન આવે છે. તેમાં કહ્યું છે કે એકાસણા ના ભંગે પાંચસોને, ઉપવાસના ભંગ ૨૦૦૦ ગાથાને, આયંબિલ ભંગે એક હજાર ગાથા પ્રમાણને સ્વાધ્યાય કરે અથવા તે તેટલા નવકાર મંત્ર ગણવા.