________________
ઉત્તમોત્તમ તપ
૧૯૭
જે વથા શબ્દનો કથન અર્થ સ્વીકારી એ તો સૂત્રના અર્થ અને રહસ્યોની વ્યાખ્યા તથા પ્રરૂપણ કરવી તે અર્થ અભિપ્રેત થશે.
વાચના–પૃચ્છના વગેરે સ્વાધ્યાયે તપ થકી અવધારેલ અને સ્થિર કરેલ જ્ઞાનને ધર્મકથન અને કહાની દ્વારા લોકો સુધી પહોંચાડવુંબીજાના જીવનને પ્રેરણા કરીને ધર્મમાર્ગમાં સ્થાપન કરવા કે સ્થિર કરવા. તે ધર્મકથા સ્વાધ્યાયને મુખ્ય ધ્યેય બની જશે.
શ્રેણિક મહારાજાને પુત્ર નદિષણ કે જેને યુવાવસ્થામાં રાજાએ પાંચસો કન્યા પરણાવેલી. તેણે પ્રભુ મહાવીરના વચન ગ્રહણ કરી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો હતો. પછી તેને ચારિત્ર લેવા માટે ઈરછા થઈ. ત્યારે શાસન દેવીએ તેને સાવધાન કરતાં કહ્યું કે તારે હજી ઘણું ભેગ ભેગવવાના બાકી છે, માટે હમણું દીક્ષા લઈશ નહીં.
આ રીતે શાસન દેવીએ નિષેધ કર્યા છતાં તેણે દીક્ષા લીધી. ત્યાર પછી નંદીષેણ મુનિ ઉગ્ર તપસ્યા કરવાપૂર્વક શ્રી વીર પરમાત્મા સાથે વિહાર કરી રહ્યા હતા. ભણતાં ભણતાં પણ તેઓ અનેક સૂત્રાર્થના જ્ઞાતા બન્યા.
એક વખત છઠ્ઠને પારણે ગામમાં ગોચરી માટે ફરતાં ફરતાં કઈ વેશ્યાને ઘેર જઈ ચડયા. ધર્મલાભ આપ્યું ત્યારે વેશ્યા બેલી કે અહીં ધર્મલાભનું કામ નથી, અહીં તે અર્થ લાભ છે નંદીષેણ મુનિને થયું. આ સ્ત્રી મારી મશ્કરી કરી રહી છે. તેથી તેણે મકાનની છતમાં રહેલું એક તૃણ ખેંચ્યું તો દશ કરોડ રત્નની [કયાંક સોર્નિયા પણ લખ્યું છે]. વૃષ્ટિ થઈતે જોઈને આશ્ચર્ય પામેલી વેશ્યા મુનિને વળગી પડી.
નદીષેણ મુનિને દેવીએ કહેલા ભગાવલી કર્મની વાત યાદ આવી ત્યાં જ વેશ્યામાં રક્ત બન્યા, પણ એક અભિગ્રહ ધારણ કર્યો કે અહીં આવતા પુરુષોને ધર્મકથા કહી રોજ દશ જણને પ્રતિબંધ કરવા.
મુનિવેશ ત્યાગી વેશ્યા સાથે કામક્રિડાસક્ત એવા તેણે રેજ રેજ દશને પ્રતિબંધ કરવાનું શરૂ કર્યું. રોજ દશ વ્યક્તિ તેની ધર્મકથા શક્તિ વડે પ્રતિબંધ પામી વીપ્રભુ પાસે દીક્ષા લે છે. કાર્યકમ એકબે દિવસ, અઠવાડીયા કે મહિને નહીં પણ બાર-બાર વર્ષ સુધી અવિરત પણે ચાલ્યા.
હિસાબ તે કરી જુઓ. તેની ધર્મકથાની પ્રચંડ શક્તિનો અંદાજ