________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–
રચયિતા હરિભદ્ર સૂરિજી એવા શાસન અને સમાજ માન્ય વિદ્વાન બનાવ્યા. તેથી જ સ્વાધ્યાયને ઉતમોત્તમ તપ કહ્યો છે.
પરાવર્તન – ભણાયેલા સૂત્રો વગેરે વિસ્મૃત ન થાય તે માટે વારંવાર પરાવર્તન એટલે કે પુનરાવર્તન કરવું. સામાન્ય ભાષામાં તેને આવૃત્તિ કરવી તેમ કહેવાય છે.
જેમકે પાક્ષિક અતિચાર જેવા મોટા સૂત્રો ચૌદશે એક વખત બેસવામાં તમે ભૂલી જતા હે તે થોડા થોડા દિવસે સામાયિક દરમ્યાન શુદ્ધ ઉચારણપૂર્વક મેઢ બેલી જવા તે
શીખેલા પાઠને સ્થિર કરવા કે હૃદયંગમ કરવા માટે આ વિશેષ સ્પષ્ટ પદ્ધતિ છે. જ્યારે આજે તમારી સૌની સ્થિતિ શું છે? નવું નવું ભણતા જવું અને જૂનું ભૂલતા જવું.
(૪) અનુપ્રેક્ષા - સૂત્રાર્થને મુખથી ઉચ્ચાર કર્યા વિના મનમાં જ ધ્યાન ધરવું તે અનુપ્રેક્ષા સ્વાધ્યાય.
કાયોત્સર્ગાદિક અને અસ્વાધ્યાય દિવસોમાં મુખેથી પરાવર્તના થઈ શકતી નથી તે વાતને અનુપ્રેક્ષા સ્વાધ્યાય વડે જ શ્રુત-સ્મૃતિ થઈ શકે.
પશવર્તન કરતાં પણ અનપેક્ષા અધિક ફળદાયી છે. કેમકે અભ્યાસના વશથી મનનું શુન્યપણું હોવા છતાં મુખ વડે પરાવર્તના થઈ શકે છે. જ્યારે અનુપ્રેક્ષા તે સાવધાન મન વડે જ થઈ શકે છે. મંત્ર આરાધનની સિદ્ધિ માટે તે અનુપેક્ષા સ્વાધ્યાય વિશેષ જરૂરી છે.
સંલેખના અથવા અનશનાદિકમાં શરીર બહુ ક્ષીણ થઈ જાય છે. તેથી પરાવર્તનાદિક શક્તિ રહેતી નથી ત્યારે અનુપ્રેક્ષાએ કરીને જ પ્રતિકમણાદિક નિત્ય કિયા થઈ શકે છે અને તે રીતે જ ઘાતકને ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. માટે સ્વાધ્યાય ઉત્તમોત્તમત૫ કહ્યો.
(૫) ધમકથા :- સ્વાધ્યાય તપનું પાંચમું અને અંતીમાં સોપાન ધર્મને ઉપદેશ અને સૂત્રાર્થની વ્યાખ્યા કરવી તે છે.
થા શબ્દને અર્થ કહાની–વાર્તા અને કથન બને ઘટાવી શકાય. જે વાર્તા અર્થને સ્વીકાર કરીએ તો એવા પ્રકારની ધર્મકથા કહેવી કે જેથી માણસે ધર્મ તરફ પ્રેરાય. ધર્મ કરણમાં પ્રવૃત્ત બને.