________________
૧૯૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
આ ઉપરાંત પરંપરાગત રીતે ચાલી આવતી કેટલીક બાબતને બોધ તે વાચના વડે જ થઈ શકે. પુસ્તકમાં લખાણ ન આવે.
(૨) પૃચ્છના – વાચના પછી સ્વાધ્યાયનું બીજું પાન છે પૃચ્છના.
સૂત્ર અને અર્થ સંબંધેિ કોઈપણ પ્રકારનો સંદેહ ઉત્પન થાય તે દૂર કરવા તથા તેને હૃદયમાં અવધારવા કે દઢ કરવા વિશેષ જ્ઞાતાને પૂછવું તે પૃચ્છના. જેમકે ભગવતીજી સૂત્રમાં ગૌતમસ્વામી દ્વારા પૂછાયેલા ૩૬૦ ૦૦ પ્રશ્નોનું નિરાકરણ શ્રી વીર પ્રભુએ આપેલું છે.
અહીં એક વસ્તુને ખાસ ખ્યાલ રાખવો કે પૃચ્છનારૂપ સ્વાધ્યાય તપ કેવળ શંકાના નિવારણ માટે અને જ્ઞાન પ્રાપ્તિના ઉદેશ પૂર્વક જ હોવો જોઈએ – સામાને નિરુત્તર કરવા કે સ્વયં પાણ્ડિત્ય પ્રદર્શન બુદ્ધિએ કરેલે તપ તે કર્મ નિર્જરાને બદલે કર્મ બંધન કરાવનાર બને છે.
પૃચ્છનાના સ્વરૂપને સ્પષ્ટ કરવા દાખલો લઈએ જેમકે – નવ તત્ત્વ સૂત્રની વાચના લઈ એ ત્યારે તત્વ નવ દેખાડયા જ્યારે તમે તત્વાર્થ સૂત્રની વાચના આપતા તો સાત જણાવ્યા જે આ પ્રમાણે છે નવતત્વને પાઠ जीवा जीवा पुण्णं पावासव सवराय निज्जरणा
घो मुक्खा य तहा नव तता हुति नायव्या તત્વાર્થમાં આ જ પાઠ આ રીતે છે –
जीवा जीवा स्रव बन्ध सवर निर्जरा मोक्षास्तत्वम् તત્વાર્થ સૂત્ર અધ્યાય-૧ સૂત્ર : ૪
આ બનને વાચના લીધા બાદ શંકાકારની સમ્યફ પૃચ્છના શું હોઈ શકે?
પૃચ્છના :- તત્વ સાત કે નવ?
સમાધાન :- પુન્ય અને પાપ બને તત્વ આશ્રવમાં સમાવાયા હોવાથી તવ સાત કે નવ બને બાબતે કોઈ તફાવત નથી.
જુઓ તત્વાર્થ સૂત્રમાં અાય છઠ્ઠાનું સૂત્ર ત્રણ અને ચારમાં શું લખ્યું છે? (३) शुभः पुण्यस्य
(४) अशुभः पापस्य