________________
ઉત્તમોત્તમ તપ
૧૯૩ પફિખ લેખે એક ઉપવાસ કરવો એ જિનેશ્વર પરમાત્માની આજ્ઞા છે. કદાચીત કઈ આ આજ્ઞાનું પાલન ન કરી શકે તેમ હોય તે તેને છેવટે ૨૦૦૦ શ્લોક પ્રમાણ સ્વાધ્યાય તપ કરવાનું ફરમાવેલ છે.
તમારે જિનેશ્વરની આજ્ઞાનું પાલન માટે પણ પ્રતિ પંદર દિવસે એટલે કે પખિ દિવસે તે બે હજાર ગાથાને સ્વાધ્યાય કરે જ જોઈએ. અને રોજ થોડેથડો કરી સ્વાધ્યાય પૂર્તિ કરવી હોય તે પણ લગભગ ૧૫૦ ગાથાને સ્વાધ્યાય તપ તે તમારે (નિત્ય) પ્રતિદિન કરવો જરૂરી છે. સ્વાધ્યાયનું મહત્ત્વ તે સમજાયું. પણ સ્વાધ્યાય એટલે શું?
+ અધ્યાગ અહીં “સ્વ” એટલે પોતાનું કે આત્માનું ગણાય એટલે મનન અથવા તે અધ્યયન એવો વાર્થ થા. તેને વિશિષ્ટ અર્થ ઘટાવતા કહી શકાય કે આત્માને હિતકર એવા શાસ્ત્રોનું અને અને અધ્યાપન તે સ્વાધ્યાય.
(૧) વાચના :– સ્વાધ્યાયને પ્રથમ ભેદ છે વાચના. ગુરુ પાસે સૂત્ર વગેરેના શબ્દ કે અર્થને પાઠ લે અગર આપ તે વાચના.
કેઈપણ નવું સૂત્ર મુખપાઠ કરવા પહેલા ગુરુમહારાજ પાસેથી લેવું જોઈએ. તે વિધાન થકી ગુરુ પરત્વેનું બહુમાન અને વિધિ બંનેની જાળવણી થાય છે.
સૂત્ર લેતા પહેલા વંદન વિધિ કરી અને ત્યારબાદ વાયણા [વાચના] લેવાની વિધિ છે. જેમની પાસેથી વાચના લેતા હોઈએ તે તજજ્ઞ છે. મુખપાઠ કરેલ છે, તેઓએ પણ પોતાના વડિલાદિક પાસે સૂત્ર ગ્રહણ કરીને આપ્યું છે. તે પ્રકારનું બહુમાન જાળવવાનું છે.
વળી સૂત્ર, તેમાં રહેલી સંપદાઓ, ઉચ્ચારણો, લઘુ-ગુરુ અક્ષરોનું જ્ઞાન, છંદ વગેરે વાચનાચાર્ય પાસેથી જ પ્રાપ્ત થઈ શકે.
સ્વયં વાચનાથી અહમ્ પ્રવેશે તે શક્ય છે જ્યારે અહીં વિદ્યાગ્રહણ માટે નમ્રતા હોવી અત્યંત આવશ્યક છે અને વડીલ પાસે સૂત્ર ગ્રહણ કરવામાં જ નમ્રતાનું દર્શન કરાવી શકાય. શ્રદ્ધા અને બહમાનના પ્રગટીકરણ કરવા માટે પણ વાચનાચાર્ય પાસે જ વાચના લેવી. આવશ્યક ગણાય,
૧૩