________________
-
-
“સેવા કરો? પણ કેની?
૧૮૯ નંદીષેણ મહાત્માને ગ્લાન સાધુની વૈયાવચ્ચને નિયમ છે. વૈચાવચ્ચ કર્યા વિના તે આહાર–પાણી લે નહીં. નિત્ય છઠ્ઠને પારણે છઠ્ઠ કરે–પાશે આયંબિલ તે પણ વૈયાવચ્ચ કર્યાબાદ. રાત-દિવસ કે ટાઢતડકે કંઈ પણ જોયા વિના વૈયાવચ્ચ તપમાં મગ્ન છે. તેની કીર્તિ ચોમેર પ્રસરતા છેક સૌધર્મેન્દ્ર સભામાં તેમની વૈયાવચ્ચના વખાણ થયા, ત્યારે કોઈ દેવતાને તેમની પરીક્ષા કરવાનું મન થયું.
એક દેવ [એક રૂપેની વાત પણ વાંચેલી છે ] બળે માંદી સાધુ બીજે [બીજા રૂપે તેને સહવટ સાધુ થયો. ખરે બપોર અને નદી9ણ મુનિ છઠ્ઠુંનું પારણુ કરવા બેઠા ત્યાં તે પેલે દેવ સાધુ વેશે આવ્યો.
અરે નંદીષેણ કયાં ગયો તારો અભિગ્રહ? આ નગર બહાર એક તૃષાકાન્ત મુનિ પડયા છે અને તું ખાવા બેસી ગયે.
બસ આટલું સાંભળતા વૈયાવચ્ચ તપ મુનિરાજ પિતાનું ભિક્ષા માત્ર અન્ય મુનિને ભળાવીને ઉપડયા વૈયાવચ્ચ કરવા. જ્યાં જ્યાં પાણી માટે જાય ત્યાં ત્યાં પેલો દેવ સર્વ જલને અષણીચ બનાવી દે. ઘણાં ઘેર ફર્યા ત્યારે માંડ માંડ શુદ્ધ જલ લાવ્યા. અતિસારથી પીડિત સાધુનું શરીર સાફ કર્યું. તે વખતે દેવે અત્યંત દુર્ગધ વિકવી. ત્યારે નંદીષેણ વિચારે કે અહો કર્મની ગતિ વિચિત્ર છે તે કોઈને છોડતું નથી.
ગ્લાન સાધુને ખભે બેસાડી વસતિ તરફ ચાલ્યા, તે તે સાધુએ નંદણનું આખું શરીર વિષ્ટાથી લેપી દીધું, છતાં નંદીષેણ મુનિ તે એમજ વિચારે છે કે જ્યારે આ સાધુને હું રોગ મુક્ત કરું? આવી નિશ્ચલ વૈયાવચ્ચ જોઈ, દેવે પ્રત્યક્ષ થઈ વંદન કર્યું, ક્ષમા માંગી. પ્રશંસા કરી ચાલ્યા ગયા.
વસુદેવ હીંડીના મત મુજબ પપ૦૦૦ વર્ષ સુધી તેણે તપશ્ચર્યા કરી, અંતે અનશન કરી સાતમા દેવલોકમાં ગયા.
આ રીતે તમે પણ ગ્લાન સાધુની વૈયાવચ્ચ કરે.
(૬) શૈક્ષ વૈયાવચ્ચ - નવ દીક્ષિત સાધુને શૈક્ષ કહેવાય છે. નવા નવા આવેલા હોય, ભણવા ગણવાનું ચાલું હોય ત્યારે કદાચ મેઘકુમારની જેમ મન ડગી પણ જાય, માટે શૈક્ષની વૈયાવચ્ચ કરે,