________________
“સેવા કરો” પણ કેની ?
૧૮૭
જી હા ! આપની કૃપાથી. પ્રતિપાતિ કે અપ્રતિપાતિ? – અપ્રતિપાતિ.
આચાર્ય મહારાજે તરત મિચ્છામિ દુક્કડમ આપ્યું. અરે રે ! મેં કેવળીની આશાતના કરી, હૃદયના પશ્ચાતાપપૂર્વક આચાર્ય મહારાજે પૂછયું કે હું કયારે કર્મ ખપાવીને મોક્ષ પામીશ?
કેવળીએ ઉત્તર આપ્ટે, આ જ ભાવે જીવદયાની ભાવના ભાવતા આપ પણ અંતકૃત કેવલી થઈ મેક્ષે જશો.
વૈયાવચ્ચેથી કેવળજ્ઞાન પ્રાપ્તિની યાત્રામાં સમજવા જેવા મુદ્દો એ છે કે વૃદ્ધ એવા સાધુ સાધ્વીની વિશેષ ભક્તિની આવશ્યકતા શી ! આપણા પરિશીલન “સેવા કરો”—પણ કોની ? સાથે સંબંધિત આ પ્રશ્ન છે?
જીવનભર આરાધનાનું ભાથું બાંધેલા આચાર્યાદિકને અંત સમયે વૃદ્ધા વસ્થામાં ચેપગ્ય વૈયાવચ્ચ ન થાય અને પરિણામેની ધારા પલટાઈ ગઈ તો ?
સમગ્ર સંયમ જીવનનું નાવ કિનારે આવીને પછી ડૂબી જાયને? ભાગ્ય શાળી તમે આચાર્યાદિકને અંત સમયે વધુમાં વધુ શાતા સમતા પહોંચાડવા પ્રયતન કરશો તો જ તેમની સમાધિ વધુને વધુ જળવાશે. માટે શ્રાવકોએ આચાર્ય વગેરેની વૈયાવચ્ચેના ભાવ અને પ્રવૃત્તિ અવશ્ય રાખવા જોઈએ, (૨) ઉપાધ્યાય વૈયાવચ્ચ :
ઉપાધ્યાયને મુખ્યપણે કાર્ય છે. શ્રુતને અભ્યાસ કરાવવાનું, સંઘમાં જ્ઞાનને પ્રચાર પ્રસાર કરવાનું સ્વયં જાતને ભગ દઈને– પૈસા એકઠા કરી ચોપડા છપાવીને નહીં], સાધુ સાદવજી મહારાજાને વાચના આપવાની, દ્વાદશાંગી રૂપ આગમને ધારણ કરવા, વાચનાપૃચ્છના-પરાવર્તના-અનુપ્રેક્ષા-ધર્મકથારૂપ સ્વાધ્યાય કરો અને કરાવો વગેરે તેના મુખ્ય કર્તવ્ય છે. તે માટે ઉપાધ્યાયની વૈયાવચ્ચ કરવાની.
સેવા કરો” પણ કોની? – ઉપાધ્યાય ભગવંતની (૩) સ્થવિર વૈયાવચ્ચ - સ્થવિર ત્રણ પ્રકારે કરવા. (૧) વર્ષને આશ્રીને લાંબા દક્ષા પર્યાયવાળા-પર્યાય સ્થવીર. (૨) માત્ર ઉંમરથી વૃદ્ધત્વને પામેલા–વય સ્થવીર. (૩) જ્ઞાન કરીને સ્થીર થયેલા-જ્ઞાન સ્થવીર.