________________
૧૮૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
પર અપાર સ્નેહ હોવાથી રાજાએ કહ્યું દીક્ષા લેવા માટેની અનુમતિ એક શરતે આપું. જો તમે મારી નજર સામે જ આ નગરમાં રહી અને સંયમનું પરિપાલન કરો.
જ્ઞાની ગુરૂની આજ્ઞા પામી પુષ્યચુલા રાણી નગરમાં રહેવાની વાત સ્વીકારી દીક્ષા ગ્રહણ કરી, અણિક પુત્ર આચાર્ય પાસે દીક્ષા લીધી છે. કેટલાક કાળ પસાર થયા બાદ શ્રુતજ્ઞાનના બળે દુષ્કાળને સંભવ જણાતા, આચાર્ય મહારાજે પોતાના ગચ્છને બીજા દેશમાં મોકલી આ અને પિતે વૃદ્ધ હોવાથી ત્યાં જ રહ્યા.
સાધવી પુષ્પચુલા તેને ગોચરી પણ લાવી આપે છે. નિર્દોષ આહારની વેષણ કરી અગ્લાનપણે ગુરુ મહારાજની વૈયાવચ્ચ કરી રહ્યા હતા. વૈયાવચ્ચના અપ્રતિપાતિ ગુણને દીપાવતા એવા સાધ્વી શ્રી પુપચુલાને અનન્ય ભક્તિના પ્રસાદ સ્વરૂપે સવે ઘાતી કર્મોને ક્ષય થઈ જતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. વેચાવ કાઢવા નું શાસ્ત્ર વચન સાર્થક કરી ગયા સાદવજી મહારાજ.
જ તમારું દિમાગ ચગડોળે ચળે તેવી વાત છે ને? સાધુ કે સાધ્વીએ એક જગ્યાએ કેમ રહેવાય? સાદવજીએ આ રીતે સાધુને ગોચરી લાવી અપાય ખરી? આવા કંઈક પ્રશ્નોની હારમાળામાં તમે
જ્યારે તમારું મગજ બગાડી રહ્યા છો, તમારા કિંમતી સમયને આરાધનામાં વીતાવવાને બદલે નીદા દ્વારા દર્શનાવરણીય કર્મ બાંધવામાં બગાડી રહ્યા છે, ત્યારે અહીં સાધ્વીજી પુ૫ચુલા કેવલી બની ગયા છે. તે પણ માત્ર વૈયાવચ્ચના તપોબળેજ. કેવી અપૂર્વ વિયાવચ્ચ કરી હશે તેમણે આચાર્ય મહારાજની !
કેવલી થયા બાદ આચાર્ય મહારાજ માટે મનેઝ આહાર આવવા લાગ્યો. એક વખત વરસતા વરસાદમાં ગોચરી લાવ્યા ત્યારે આચાર્ય મહારાજે કહ્યું, હે પુત્રી! તું ચુતની જાણકાર છો છતાં આવા વસાદમાં આહાર કેમ લાવી ? ત્યારે સાદવજી મહારાજે ઉત્તર આપ્યો કે જ્યાં અચિત્ત પાણી વરસતું હતું તે તે પ્રદેશમાંથી આહાર લાવી છું માટે તે અશુદ્ધ નથી. આપને ખપે તેવા જ છે.
ગુરુ મહારાજ કહે તે કઈ રીતે જાયું? સાધ્વીજી કહે આપની કૃપાથી, અર્ણિકાપુત્ર આચાર્ય કહે તમને કંઈ જ્ઞાન થયું છે?