________________
સેવા કરો” પણ કોની?
૧૮૫ હવે તમે જ વિચારો જોઈએ. બિમાર હોય તે વૈયાવચ્ચ કરવાની કે બીમાર પાડીને વૈયાવચ્ચ કરવાની ! માટે આજનું પરિશીલન રાખ્યું “સેવા કરો" પણ કેની?
__ वेयावरचे दशविहे पत्ते त जहा १. आयरिय यावच्चे २. उवउझाय वेयावच्चे ३. थेर वेयावच्चे ४. तवरिस वेयावच्चे ५. गिलाण वेयावच्चे ६. सेह देखावच्चे ७. कुल बेयावच्चे ८. गण वेयावच्चे ९. स'घ वेयावच्चे १०. साहरिम वेयावच्चे
આ રીતે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, કુળ, ગણ, સંઘ અને દશમી સાધાર્મિકની વૈયાવચ્ચ કરવાનું વિધાન કર્યું. તત્વાર્થ સૂત્રકારે પણ નવમાં અધ્યાયમાં ચોવીસમું સૂત્ર મુકીને વૈયાવ૨ (૫) સાર લખે કેआचार्योपाध्याय तपरिव शैक्ष ग्लान गण कुल सङ्घ साधु समनोज्ञानाम्
(૧) આચાર્ય વૈયાવચ્ચ – મુખ્યતયા જેનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવાનું હોય તે આચાર્ય.
આચાર્યોને સંઘનું નેતૃત્વ સંભાળવું સંઘમાં આવેલી વિકૃતિ દૂર કરવી, ધર્મ પ્રચાર-પ્રસાર કરવો, સ્વયં પાચ પ્રકારના આચાર પાળવા–પળાવવા, ચતુર્વિધ સંઘની વ્યવસ્થા સારી રીતે ચલાવવી, સાધુ સાદવીજીઓને શાસ્ત્રના સહય અને ભાવાર્થની વાચના આપવી. વગેરે કારણોને લઈને આચાર્યોની વિશેષ પ્રકારે સેવા–ભક્તિ કરવી જોઈએ.
શાસ્ત્રીય રીતે તે આચાર્ય મહારાજશ્રીની ગોચરી આદિ માટેના ઘરની વ્યવસ્થા પણ અલગ હોવાની વાત આવે છે, માટે આચાર્ય મહારાજની વિશેષે વૈયાવચ્ચ કરવી જોઈએ.
आचार्य सेवने सक्ता पुष्पचुला महासती
सर्व कर्म क्षयाल्लेभे केवलज्ञानमुज्वलम् આચાર્યની સેવામાં આસક્ત–લીન બનેલા એવા સાદ વીજ પુષ્પચૂલાને સર્વકમૉ ક્ષય કરવા વડે કરીને ઉજવલ એવું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
પુષ્પચુલા આમ તે રાજરાણી હતા. પણ તેને વૈરાગ્ય ઉત્પન્ન થતા રાજા પાસે ચારિત્ર ગ્રહણ કરવા દેવાની અનુમતિ માંગી, તેના