________________
૧૮૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
એલેકઝાન્ડર ડુમાનું સૌ પ્રથમ નાટક જ્યારે રંગભૂમિ ઉપર ભજવાઈ રહ્યું હતું. થિયેટરમાં પ્રેક્ષકોની ચિક્કાર ભીડ હતી. ડુમાં પોતે પણ તે દિવસે થિયેટર પર ઉપસ્થિત હતા. નાટક શરૂ થયું. થોડી થોડી વારે તાળીઓના ગડગડાટ થવા માંડયા. જાણે નાટક પર પ્રેક્ષકોની તાલી રૂપ પુછપ વર્ષા થઈ રહી હતી.
પણ એલેકઝાન્ડર ડુમાં આ સમગ્ર વાતાવરણથી સાવ અલિપ્ત જ હતો. નાટક જોતાં જોતાં, લકવાથી પીડાઈ રહેલી પોતાની માતાજી પળે પળે તેને યાદ આવ્યા કરતા હતા.
એકદમ વ્યગ્ર બની ગયેલ ડુમાં છેવટે નાટક ગૃહ છોડીને સીધાં ઘેર ભાગ્યા. ત્યાં ઘેર જઈને માના ખાટલા પર માથું મુકી ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. માતાજીનું ધ્યાન જતાં તે બોલ્યા બેટા તું અચાનક આમ ચાલ્યો કેમ આવ્યો ?
ડુમાં માંડ માંડ બેલી શકયા મા...મા.મને મારી કીર્તિ કે પ્રશંસા કરતા તારી સેવા વધારે વહાલી લાગે છે.
આપણે પણ પ્રશ્ન થાય કે આપણે વૈયાવચનો અર્થ જાયેમહત્ત્વ સમજ્યા-કઈ રીતે આ વૈયાવરચ કરવી તે પણ વાંચ્યું, સાંભળ્યું પણ વૈયાવચ્ચ કે સેવા કરવાની કોની?
“સેવા કરો પણ કેની ? વૈયાવચ્ચ તપનો અર્થ માત્ર સેવા કે શુશ્રુષા છે એટલું જ તમે સ્વીકારી આગળ વધે તે પણ ચાલશે. પરંતુ કોની વૈયાવચ્ચ કરવાની તે જાણવું અતિ મહત્વનું છે.
સેવા તો કરવી છે પણ તેની કરવી છે? પત્નીની, બાળકની, શેઠની, ઓફિસરની કેની સેવા કરવાની?
આ સમજણના અભાવે પેલા શેઠ જેવી ભૂલ થઈ જાય. એક શેઠ પચ્ચકખાણ લીધા કે રોજ કઈ પણ સાધુ મહાત્માની વૈયાવચ્ચ કરી મારે અન્ન લેવું. એક દિવસે ઉપાશ્રયે-ઉપાશ્રયે ફર્યા પણ કઈ સાધુ મહારાજને કશી તકલીફ હતી જ નહીં જ્યાં શેઠ જઈને પૂછે કે સ્વામી શાતા છે ? બધે એક જ ઉત્તર “દેવ ગુરુ પસાય” એટલે કે દેવ ગુરુ કૃપાથી કશી તકલીફ નથી. ત્યારે શેઠને થયું કે “હવે કઈ સાધુ માંદા પડે તો સારું –કેમ? મારે વૈયાવચ્ચનું પચ્ચખાણ ન તુટે માટે.