________________
૧૮૨
આભનવ ઉપદેશ પ્રાસાદ–૨
સેપવાની વાતમાં મહાગુરુની નિર્દયતા જ જણાઈ હતી. કેઈએ વિનંતી પણ કરી કે સમ્રાટને કંઈક બીજું સારું કામ સોંપે. મહાગુરુ કહે સમ્રાટ પોતાની બધી સત્તા સાથે લઈને આવ્યા છે, તેની પરીક્ષા પૂર્ણ થશે ત્યારે તેને બીજું કામ સોંપશું. વળી સેવા એ પરમામાને પામવાને સીધે સરળ માર્ગ છે, તેમાં હલકું કે સારું કામ એવા ભેદ ન હોય.
એક દિવસ સમ્રાટ માથે કચરા ટોપલી મુકી પસાર થઈ રહ્યો હતું. કોઈ વ્યક્તિ તેને અથડાઈ એટલે તુરંત બોલ્યા, ભાઈ આજ તે ઠીક છે કે જવા દઉં છું. બાકી તું પંદર દિવસ પહેલાં આ રીતે આંધળાની માફક અથડાયો હોત તે તને ફાંસી મળી ગઈ હોત!
મહાગુરુને થયું આ આશ્રમમાં ભલે આવ્યા પણ હજી તેનું સમ્રાટ પણું સાથે જ રાખીને બેઠા છે.
થોડા દિવસ બાદ સમ્રાટ સાથે ફરી કઈ અથડાયું. ત્યારે સમ્રાટ બે કશુ નહીં માત્ર તેની આંખોમાં અંગારા વરસવા લાગ્યા. આ પ્રસંગની પણ મહાગુરુને જાણ થઈ . તેઓએ એટલું જ કહ્યું કે સંપત્તિને છોડીને સેવા કરવી સહેલી છે. પણ સ્વયંને ભૂલી જઈને સેવા કરવી અઘરી છે.
ત્રીજી વખત એ જ પ્રસંગનું પુનરાવર્તન થયું. સમ્રાટને કઈ અથડાતાં માથા ઉપર રાખેલી કચરા ટોપલી પડી ગઈ. બધો કચરો વેરાઈ ગયે. સમ્રાટે બધે કચરો ટોપલીમાં ભેગા કરી લીધો, ટોપલી માથે મુકી અને જાણે કોઈ જ બનાવ ન બન્યા હોય તેમ આગળ ચાલવા માંડ્યો.
મહાગુરુને જાણ થઈ ત્યારે તેને લાગ્યું કે હવે સમ્રાટ પરમાત્મા પામવાની લાયકાત ધરાવતે થયે છે.
વૈયાવચ્ચ તપ કરનાર માટે આ અતિ મહત્ત્વ ગુણ છે તમે સાધુ મહારાજની જ અન્ન-પાનાદિ વડે ભક્તિ કરતા હો છતાં પ્રસંગે તમારા ઘેર મહારાજ સાહેબ ન પધારી શકે તે પણ તે વાતને રંજ ન હોય, ત્યારે નિઃસ્વાર્થ સેવા કહેવાય. પણ હું કોણ? કોડપતિ માણસ અથવા તો હું સંઘના પ્રમુખ, મારે ઘેર તે લાભ મળવે જ જોઈએ, ન મળે તે ચાલે જ કેમ?