________________
૧૮૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
આવા વિનયને બાહ્ય તથા અભ્યતર એવા બે ભેદે પણ ઓળખાવે છે, વળી તે બન્નેના પણ લૌકિક અને લકત્તર એવા ભેદ છે.
૦ બાહ્યથી વંદન અભ્યસ્થાન સત્કાર તે બાહ્ય વિનય. ૦ અંતરથી વંદનાદિ કરે તે અભ્યન્તર વિનય.
જેમકે અનુત્તર વિમાનવાસી દેને જિનેશ્વર પ્રત્યે હાર્દિક વિનય બહુમાન પુરતાં હોય છે પણ તેઓ કદી પ્રત્યક્ષ થઈને વિનય સાચવતા નથી.
૦ લૌકિક – પિતા-માતા વગેરે વડીલને વિનય સાચવ તે લૌકિક વિનય ગણાય.
૦ લેકેત્તર – જેન માર્ગસ્થ આચાર્યાદિક મુનિવરને વિનય તે લોકોત્તર વિનય કહેવાય.
માતા પરના લૌકિક વિનયથી પણ [ દીક્ષા છોડી કામક્રીડામાં આસક્ત બનેલા એવા ] અરણિક મુનિવર સદગતિને પામ્યા માટે લૌકિક વિનય પણ જીવને કલ્યાણકારી થાય છે. કારણ કે વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી દર્શન દર્શનથી ચારિત્ર પ્રાપ્ત થતા અંતે મેક્ષ સુખ મળે એટલે કે વિનય તપને જે કાંઈ સાર હોય તે તે છે.
ન મ ન થી મુક્તિ જિનશાસનમાં વિનયને એગ્ય તેર પાત્રો જણાવેલા છે. (૧) તીર્થ - કર (૨) સિદ્ધ (૩) કુળ (૪) ગણ (૫) સંઘ (૬) કિયા (૭) ધર્મ (૮) જ્ઞાન (૯) જ્ઞાની (૧૦) આચાર્ય (૧૧) ઉપાધ્યાય (૧૨) સ્થવિર (૧૩) ગણી - આ તેરમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, સ્થવિર, ગણિ અને જ્ઞાની એ સાત. ગુણ છે. કિયા, ધર્મ અને જ્ઞાન આ ત્રણ ગુણો છે અને કુલ ગણ તથા સંઘ ત્રણ સંસ્થા છે.
તમે ગુણીના, ગુણેના અને સંસ્થાના સ્વરૂપને જાણી, સમજી હૃદયમાં અવધારી તેને વિનય સાચવનારા બને એ જ અભ્યર્થના.
મનમાં બહુમાન ભાવ સાથે, વાણીમાં મધુરતા લાવી અને કાયા થકી નમ્રતા દાખવતા સરળ વ્યવહારપૂર્વક વિનય તપ તપીને તમે પણ સૌ % નમનથી મુક્તિ ના આ દર્શને લક્ષમાં રાખી મોક્ષપથના પથિક બને.