________________
૧૭૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
-
-
-
-
-
-
-
-
-
અને શાસન પ્રભાવના આ આઠ પ્રકારના આચારનું પાલન કરવું તેને દર્શન વિનય જાણો. - કાંપિલ્યપુર નગરે ગસાર નામને બારવ્રતધારી શ્રાવક રહેતો હિતે, તેણે પરમ તાશ્ક પરમાત્મા શ્રી શાંતિનાથ સ્વામીને પ્રાસાદ કરાવેલો હતો. તેમજ તે શાંતિનાથ પ્રભુની રજ ત્રિકાળ ભક્તિ પૂર્વક પૂજા કરતે હતો.
એક વખત તેની સ્ત્રી મૃત્યુ પામતાં બીજી સ્ત્રી પર, જે સ્વભાવથી જ ચપળ હતી. તેણે ગુપ્ત રીતે ધન એકઠું કરી જુદી ગાંઠ વાળીને ધનનો સંચય કરતી હતી. વળી પિતાની ઈચ્છા મુજબ ખાવા પિવા લાગી. પરિણામે ઘટતાં ઘટતાં શ્રેષ્ઠીનું સર્વ ધન નાશ પામ્યું.
શ્રેષ્ઠી તે ગામ છોડી બીજા ગામમાં રહેવા ચાલ્યા ગયો ત્યાં પણ તેણે દ્રવ્ય અને ભાવથી ત્રિકાળ પૂજા કરવાનું ચાલું જ રાખેલું હતું. ન તેણે પૂજા છેડી કે ન પૂજાના ફળને વિશે તેના મનમાં કોઈ સંદેહ ઉત્પન્ન થયે.
ભોગસાર શ્રેષ્ઠીની પત્ની તથા બીજા લોકોએ ઘણું સમજાવ્યું કે નિગ્રહ અને અનુગ્રહના ફળને નહીં આપનારા એવા વીતરાગ દેવને તમે શા માટે ભજે છો? તેમની ભક્તિથી તો તમને સુખ મળવાને બદલે દરિદ્રતા મળી તેના કરતાં તે ગણપતિ, ચંડિકા, ક્ષેત્રપાલ વગેરે પ્રત્યક્ષ દેવાની સેવા કરે જેથી તત્કાલ તમારા ઈચ્છિતને પુરણ કરનારા બને.
શ્રેષ્ઠીને મનમાં ખૂબ દુઃખ થયું આવી વાત સાંભળતા. અરેરે! આ લોકો પરમાર્થથી અજાણ છે. મોહરૂપી મદિરાનું પાન કરી ગમેતેમ બેલી રહ્યા છે.
ખરેખર ! આ લેકે જાણતા નથી કે વીતરાગના ગુણોને સંભાર્યા વિના મેહ કઈ રીતે નાશ પામે ?
આ પ્રમાણે ચિંતવતા જરા પણ વિવિવિત્સા ધારણ નહીં કરતાં જીવન વિતાવે છે. પછી ધનના અભાવે ખેતી કરવા માંડી. તેની સ્ત્રી કુલટા બની ગઈ હતી.
શ્રેષ્ઠી તે નામ માત્રથી ભેગ–સાર રહ્યો હતો બાકી તેની પત્ની જ પરપુરુષ સાથે યથેચ્છ ભેગ ભેગવતા ખરેખરી ભગવતી બની ગયેલી.