________________
૧૭૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
પિતાની કામ લીલા બરાબર ચાલતી રહે તે માટે નાનામાં નાની વ્યક્તિને પણ માન આપે છે.
(૫) દૈન્યવિનય - મોટા હત્યારા, ગુંડા કે લુંટારા સામે ગરીબડો થઈ હાથ જોડી ઉભું રહી જાય, પોતાને આત્મવિશ્વાસ ગુમાવી માણસ પિતે લઘુતાગ્રંથિથી પીડાવા લાગે તો આ સ્થિતિમાં દૈન્ય વિનય ગણાય છે.
આ પાંચમાંના કેઈપણ વિનય મેક્ષનું સાધન બની શકતું નથી. આ બધે દ્રવ્ય વિનય છે. વારંવાર હાથ જોડવા, મસ્તક નમાવવું, માફી માંગવી આ બધામાં કયાંય હૃદયનું જોડાણ હોતું નથી અથવા માયાચાર સમાએલો હોય છે તેથી તે સર્વે દ્રવ્ય વિનય જ છે.
વિનયને ગુણ તરીકે ગણવા માટે નમ્રતા, સરળતા અને હાર્દિકતા મહત્ત્વની વસ્તુ છે. કારણ કે ભાવ વિનય જ તપનું મહત્ત્વપૂર્ણ પાસુ છે. “નમનથી મુકિત * પરિશીલન ત્યારે સાર્થક બનશે જે સાહજિક અને ભાવના સભર વિનય તપના અર્થમાં તે નકારાદિ હશે.
રોમનો એક મહાન સંત થઈ ગયે એ પેલાનિયસ. ગ્રીસમાં ફિલેસેફર સેક્રેટીસનું જેવું માન હતું તેવું જ માન એપોલેનિયસનું. રોમના બાદશાહ સુધી તેની ખ્યાતિ પહોંચી.
બાદશાહે વિચાર્યું કે એપલનીયસ જેવો દાર્શનિક અને તવા ચિંતક રાજકુમારને ભણાવે તે કેટલું સારું ! પિતાના અનુચરોને તેણે મોકલ્યા એપેલોનીયસ પાસે.
અનુચરોએ એપલેનીયસને વિનંતી કરતાં કહ્યું કે બાદશાહ આપને યાદ ફરમાવે છે. તે આપ તેમની સમક્ષ ઉપસ્થિત થઈ એમને ઉપકૃત કરો. એપલેનીયસ પહોંચ્યા બાદશાહ પાસે. બાદશાહે પૂછયું, આપ કુમારોને અભ્યાસ કરાવે તે કેમ? એપોલોનીયસ કહે અભ્યાસ તે હું વિના મૂલ્ય કરાવીશ. પણ આપના કુમારોએ મારે ઘેર આવવું પડશે.
બાદશાહે પૂછયું આપને રાજમહેલમાં પૂર્ણ સુવિધા અને માનપાન અપાશે પછી તમારે અહીં આવે તે શે વાંધો છે?
એપલેનીયસે ટુંકે ઉત્તર આપ્યું. વિદ્યા વિનય વડે શોભે છે અને જ્ઞાન પ્રાપ્તિ માટે વિનય પ્રથમ ચરણ કહેવાય.
બાદશાહે તુરંત વાત સ્વીકારી લીધી, આને કહેવાય જ્ઞાનવિનય